રેખા
(Photo by KARIM SAHIB/AFP via Getty Images)

44 વર્ષ અગાઉ રેખાની જાણીતી ફિલ્મ ‘ઉમરાવ જાન’ રિલીઝ થઈ હતી. આજે પણ એ ફિલ્મની લોકપ્રિયતા અકબંધ છે. દિગ્દર્શક મુઝફ્ફર અલીની આ ફિલ્મને તાજેતરમાં ફરીથી રિલીઝ કરવામાં આવી હતી. મુઝફ્ફર અલીએ આ ફિલ્મ માટે રેખાની પસંદગી, ફિલ્મના સંગીત અને ફિલ્મના શૂટિંગની અજાણી વાતો એક ઇન્ટર્વ્યૂમાં જણાવી હતી.

તેમણે રેખાની પસંદગી અંગે જણાવ્યું હતું કે, ‘શરૂઆતમાં, મેં સ્મિતા પાટીલનો વિચાર કર્યો હતો. એણે મારી સાથે ગમનમાં કામ કર્યું હતું અને તેણે આ ફિલ્મમાં પણ ઘણું સારું કામ કર્યું હોત. પરંતુ પછી અમે વિચાર્યું કે અમારે કોઈ વધુ આકર્ષક વ્યક્તિની જરૂર છે. અંતે, રેખાની નજર અને અદા કામ કરી ગયાં. જ્યારે મેં પાત્ર વાંચ્યું અને તેને અનુભવ્યું અને સલમા સિદ્દીકીના અવાજમાં રેકોર્ડ થયેલી ફિલ્મ વારંવાર સાંભળી, એમાં રેખા જ દેખાઈ. તેની આંખોમાં એ તાકાત હતી, જે એક સાથે ચડાવ અને ઉતારની વાર્તા કહી શકે. રેખાએ જે કર્યું એ મને નથી લાગતું બીજો કોઈ કરી શક્યા હોત.’

મુઝફ્ફર અલીએ એવું પણ કહ્યું કે, ફિલ્મ-દિગ્દર્શકમાં લોકોને થીએટર સુધી ખેંચી લાવવાની ક્ષમતા હોવી જોઈએ. તેની પોતાની સુંદરતાથી ફિલ્મ ટકી શકવી જોઈએ. આપણે ત્યાં એક ખોટી માન્યતા છે કે પહેલાં કે બીજા અઠવાડિયામાં આપણે ઘણા પૈસા કમાઈ લીધાં છે, પરંતુ શું એ ફિલ્મ આવનારા 44 વર્ષ સુધી જીવંત રહેશે? તમારામાં એ કરવાનો જુસ્સો હોવો જોઈએ. કદાચ તમારે પૈસા કમાવા માટે મોટા નામને કાસ્ટ કરવા પડશે, પણ એનાથી કદાચ જ કોઈ ફરક પડે છે.’

સામાજિક નિસબત સાથે ઊંડા પાત્રો, જે ઘણી વખત જોખમી ગણાય છે એવા વિષયો સાથે ફિલ્મ બનાવવા માટે જાણીતા મુઝફ્ફર અલી કહે છે, ‘હું મારું મન કહે એમ કરું છું. હું એક ચિત્રકાર છું જે દુનિયાને અલગ રંગથી જુએ છે, જેને કવિતામાંથી પ્રેરણા મળે છે અને જે સંગીતથી ભરપૂર છે, તેનાથી જેને નૃત્ય કરવાની પ્રેરણા મળે છે. આ મારી પોતાની દૃષ્ટિ હતી એટલે મને તેમાં કોઈ જોખમ ન લાગ્યું. મને લાગતું કે આ વિષયોની ફિલ્મ બનાવવી સૌથી સુરક્ષિત છે. કાસ્ટિંગ મહત્વનું હતું, મને લાગે છે, રેખાની હાજરીથી એમાં ઘણો ફરક પડ્યો. પરંતુ મને લાગે છે કે, તેનાથી પણ વધુ લોકો એના પાત્ર સાથે પોતાની જાતને જોડી શક્યા. તેનું આ પરિણામ છે.’

LEAVE A REPLY