હેરિટેજ સાઇટ સરખેજ રોઝાના ગુંબજના કળશની કથિત ચોરીમાં સંડોવાયેલા ચાર વ્યક્તિઓની પોલીસે ગુરુવારે ધરપકડ કરી હતી. આ કળશ 150 વર્ષ જૂના ધાતુમાંથી બનાવવામાં આવેલો છે એ તેને સોનાનો માનીએ ચોરી કરાઈ હતી.
પોલીસે આ કળશના ફક્ત તૂટેલાં ટુકડાથી આરોપીઓ પાસેથી મળ્યાં હતાં. આરોપીઓ ધાતુના ટુકડાઓને ભંગાર તરીકે વેચવાની યોજના બનાવી હતી. મહેસાણા જિલ્લામાંથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય ચાર હજુ પણ ફરાર છે.પકડાયેલા શખ્સોની ઓળખ સુરેશ દંતાણી, મુન્ના દંતાણી, વિષ્ણુ દંતાણી અને ગોપાલ દંતાણી તરીકે થઈ હતી, જેઓ મહેસાણાના રહેવાસી હતા.
મકરબા વિસ્તારમાં આવેલા સરખેજ રોઝા સંકુલમાં અમદાવાદના સ્થાપક સુલતાન અહેમદ શાહના આધ્યાત્મિક ગુરુ શેખ અહેમદ ખટ્ટુ ગંજ બખ્શની દરગાહ આવેલી છે. ૧૪૫૧માં બનેલ આ આ રોઝા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા સુરક્ષિત છે.
સરખેજ રોઝા સમિતિ દ્વારા ૧ જુલાઈના રોજ દાખલ કરાયેલી ફરિયાદ મુજબ, અજાણ્યા વ્યક્તિઓ ગઈકાલે રાત્રે ગંજ બખ્શના મકબરાના મુખ્ય ગુંબજ પર ચઢી ગયા હતાં અને લગભગ ૬ કિલો વજનનો ૧૫૦ વર્ષ જૂના કળશની ચોરી કરી હતી.
