રોમમાં 30 ઓક્ટોબરે ઓડિટોરિયમ કોન્સિલિયાઝીયોનીમાં ઇટાલિયન હિન્દુ યુનિયન સનાતન ધર્મ સંઘના સભ્યો સાથે મોદીનું ગ્રૂપ ફોટો (ANI Photo)

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું હતું કે તેમણે ઇટલીમાં ભારતીય સમુદાયના સભ્યો સાથે ઉત્તમ વાર્તાલાપ કર્યો હતો. તેમણે ભારત અંગે અભ્યાસ કરતાં લોકો તથા ભારત સાથે લાંબા સમયથી નાતો જાળવી રાખતા લોકો સાથે મુલાકાત કરી હતી.

 

ઇટલીમાં 30 ઓક્ટોબરે ઓડિટોરિયમ કોન્સિલિયાઝિયોની ખાતે ઇટાલિયન કોન્ગ્રેગેશન ફોર ક્રિષ્ના કોન્સિયસનેસ (ઇસ્કોન)ના સભ્યો સાથેની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીને હિન્દુ ધર્મ ગ્રંથ રામાયણની નકલ આપવામાં આવી હતી. (ANI Photo)

જી-20 સમીટ માટે ઇટલીની મુલાકાતના બીજા દિવસે વડાપ્રધાન ટ્વીટર પર આ અંગેની તસવીરો શેર કરી હતી. વડાપ્રધાને જણાવ્યું હતું કે રોમમાં ગઇકાલે સાંજે મે ઇટલીમાં ઇન્ડિયન ડાયાસ્પોરોના સભ્યોને મળ્યો હતો. વિવિધ મુદ્દા અંગે તેમના અભિપ્રાય જાણીને ખુશી થઈ.

સનાતન ધર્મ સંઘના પ્રેસિડન્ટ સ્વામીની હમસનંદા ગીરીએ વડાપ્રધાન સાથેની મુલાકાતને મુવિંગ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન સાથેની મુલાકાત અમારા માટે ગર્વની વાત છે. ઇટલીમાં હિન્દુ લઘુમતીમાં છે. ભારતની સંસ્કૃતિ માનવતા માટે એક ખજાનો છે, કારણ કે તે પ્રાચીન કાળની સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિ અહિંસા, સંવાદિતતા અને સન્માનની છે.

રોમમાં 30 ઓક્ટોબરે ઓડિટોરિયમ કોન્સિલિયાઝીયોનીમાં ઇટાલિયન હિન્દુ યુનિયન સનાતન ધર્મ સંઘના સભ્યો સાથે મોદીનું ગ્રૂપ ફોટો પડાવ્યો હતો. ઇટાલિયન કોન્ગ્રેગેશન ફોર ક્રિષ્ના કોન્સિયસનેસ (ઇસ્કોન)ના સભ્યો સાથેની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીને હિન્દુ ધર્મ ગ્રંથ રામાયણની નકલ આપવામાં આવી હતી.