Adani dispute: Govt agrees to form committee for shareholders
સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા (istockphoto.com)

કોવિડ-19 પીડિતોના પરિવારોને વળતર ચૂકવવામાં ઉદાસીનતા કરવા બદલ સુપ્રીમ કોર્ટે ગુજરાતના મુખ્યપ્રધાન અને રાજ્યના વહીવટીતંત્રની ઝાટકણી કાઢ્યા બાદ રાજ્ય સરકારે કોરોનામાં સ્વજન ગુમાવેલા 10,000 થી વધુ પરિવારોને રૂ.50,000 ની નાણાકીય સહાય આપવાની પ્રક્રિયા ઝડપી બનાવવાનો નિર્ણય કર્યો છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સૂત્રના જણાવ્યા અનુસાર, “એક ગેરસમજને કારણે, સુપ્રીમ કોર્ટને ગુજરાત સરકારની કોવિડ-19 પીડિતોના પરિવારો માટે વળતરની પ્રક્રિયા વિશે ખોટી છાપ પડી. જો કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી રાજ્ય સરકારે 10,000 થી વધુ પીડિતોના પરિવારો કે જેમના મેડિકલ રેકોર્ડ્સ સરકાર પાસે ઉપલબ્ધ છે તેમને વળતર આપવાનો નિર્ણય કર્યો છે.” અધિકારીઓએ કહ્યું કે સરકાર એવા લોકોને પણ નાણાકીય સહાય પૂરી પાડશે કે જેઓ તેમના RT-PCR રિપોર્ટના કોવિડ-19 પોઝિટિવ દર્શાવ્યાના એક મહિનાની અંદર મૃત્યુ પામ્યા છે. “એવા કિસ્સાઓ હોઈ શકે છે કે જ્યાં આવા વ્યક્તિઓએ પોતાની જાતને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી હોય અને આવા મૃત્યુના રેકોર્ડ સરકાર પાસે ઉપલબ્ધ ન હોય. રાજ્ય સરકાર RT-PCR ટેસ્ટ દ્વારા કોવિડ-19 હોવાનું જણાયું હોવાના એક મહિનાની અંદર મૃત્યુ પામેલા તમામ લોકોને વળતર આપશે અથવા જો કોઈ રજિસ્ટર્ડ ડૉક્ટરે મૃત્યુ કોવિડ-19ને કારણે થયું હોવાનું પ્રમાણિત કર્યું હોય તો પણ તેવા વ્યક્તિના પરિવારને પણ વળત આપવામાં આવશે.”