ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમ અત્યારે ભારતના પ્રવાસે છે. શનિવારે મુંબઇમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટનો બીજો દિવસ હતો. ભારતે પ્રથમ ઈનિંગ્સમાં 325 રને ઓલઆઉટ થઈ ગયું છે. આ મેચમાં ભારતીય મૂળના ન્યૂઝીલેન્ડના સ્પિનર એજાઝ પટેલે ભારતની તમામ 10 વિકેટો ઝડપી ઈતિહાસ સર્જ્યો છે. આ સાથે જ તે ટેસ્ટની પ્રથમ ઈનિંગ્સમાં તમામ 10 વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ બોલર બન્યો છે. અગાઉ અનિલ કુંબલે અને જિમ લેકરે સામેની ટીમની તમામ 10 વિકેટો લીધી હતી, પરંતુ તે વિકેટો બીજી ઈનિંગ્સમાં અને મેચના પાંચમા દિવસે ખેરવી હતી. આથી એજાઝે ખૂબ જ મોટી સફળતા મેળવી છે.