મૂળ શ્રીલંકન પણ બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવનારી જેકલિન ફર્નાન્ડિઝ તાજેતરમાં મની લોન્ડિરંગ કેસના કારણે ચર્ચામાં હતી. એરપોર્ટ પરથી તેને વિદેશ જતી અટકાવામાં આવી હતી અને તેને પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે બોલાવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, જેકલિન પાસે કરોડો રૂપિયાની સંપત્તિ હોવાનું માનવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે તેની પાસે 10 મિલિયન ડોલરની કિંમતની સંપત્તિ છે. તે એક ફિલ્મમાં અભિનય આપવા માટે રૂ. ત્રણ કરોડથી વધુની ફી લે છે. વર્ષ 2019માં તેની વાર્ષિક આવક રૂ. 9.50 કરોડ હતી. એ વર્ષે તેની એક જ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રીલિઝ થઇ હતી. તે ફિલ્મોની સાથે એડવર્ટાઇઝમાં પણ જોવા મળે છે. ઉપરાંત તેની પાસે મુંબઇમાં પોતાનું એક ઘર છે. શ્રીલંકાના સાઉથ કોસ્ટ પાસે તેનો પોતાનો એક આઇલેન્ડ છે. ઉપરાંત તે રેસ્ટોરાં બિઝનેસ ચલાવે છે. કોલંબોમાં તેની પોતાની રેસ્ટોરાં પણ છે.
જેકલિને વર્ષ 2009થી ફિલ્મ અલાદીન દ્વારા બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું.તેણે જુડવા ટુ, હાઉસફુલ ટુ, સિસેજ સીરિયલ કિલરજેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેની છેલ્લી રીલિઝ ફિલ્મ હોરર-કોમેડી ફિલ્મ ભૂત-પોલીસ હતી.
જેમાં તેની સાથે સૈફઅલી ખાન, અર્જુન કપૂર, યામી ગૌતમ હતા. જેકલિનનો જન્મ શ્રીલંકામાં થયો છે. તેણે વર્ષ 2006માં મિસ યુનિવર્સ શ્રીલંકા સ્પર્ધા જીતી હતી અને એ જ વર્ષે, મિસ યુનિવર્સમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.