પશ્ચિમ બંગાળના પૂરબા મેદિનિપુર જિલ્લામાં મંગળવારે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી)ની હલ્દિયા રિફાઇનરીમાં આગ ફાટી નીકળતા ત્રણના મોત થયા હતા અને બીજા 44 દાઝી ગયા હતા. આઇઓસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ રિફાઇનરીના એક યુનિટમાં શટડાઉન સંબંધિત કામગીરી દરમિયાન આ દુર્ઘટના થઈ હતી. આ આગને કાબુમાં લેવામાં આવી છે અને સ્થિતિ અંકુશ હેઠળ છે. આગમાં દાઝી ગયેલા 44માંથી 37 વ્યક્તિને ગ્રીન કોરિડોર મારફત કોલકતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સાત વ્યક્તિની હાલત ગંભીર હોવાનું માનવામાં આવે છે.