Shocking case from Bengal, Teenager tries to sell blood for smartphone
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

સરકારે સામાન્ય મોબાઇલ નેટવર્ક અને ઇન્ટરનેટ પર થયેલા ઇન્ટરનેશનલ કોલ, સેટેલાઇટ ફોન કોલ, કોન્ફરન્સ કોલ અને મેસેજિસને ઓછામાં ઓછામાં બે વર્ષ સુધી ફરજિયાત સ્ટોર કરવાનો આદેશ આપ્યો છે. ટેલિકોમ વિભાગે પરિપત્ર જારી કરીને આ આદેશ આપ્યો છે.

ટેલિકોમ વિભાગ દ્વારા ડિસેમ્બરમાં યુનિફાઇડ લાઇસન્સમાં સુધારાને પગલે આ હિલચાલ કરવામાં આવી છે. આ સુધારા મુજબ અગાઉના એક વર્ષની જગ્યાએ બે વર્ષ સુધી કોલ ડેટા રેકોર્ડ અને ઇન્ટરનેટ લોગને સ્ટોરેજ કરવાના રહેશે. યુનિફાઇડ લાઇસન્સ હોલ્ડર્સમાં ભારતી એરટેલ, રિલાયન્સ જિયો, વોડાફોન આઇડિયા, બીએસએનએલ જેવી ટેલિકોમ કંપનીઓનો સમાવેશ થાય છે, જે સેટેલાઇટ ફોન સર્વિસ સિવાયની તમામ પ્રકારની ટેલિકોમ સેવાઓ પૂરી પાડે છે.

વોઇસ મેઇલ, ઓડિયોટેક્સ્ટ અને યુનિફાઇડ મેસેજિંસ સર્વિસ લાઇસન્સ માટેના 27 જાન્યુઆરીના પરિપત્રમાં જણાવાયું છે કે લાઇસન્સધારકોએ નેટવર્ક પર થયેલા કમ્યુનિકેશન સંબંધિત તમામ કોમર્શિયલ રેકોર્ડ, કોલ ડેટા રેકોર્ડ, એક્સ્ચેન્જ ડિટેલ રેકોર્ડ, આઇપી ડિટેલ રેકોર્ડ ઓછામાં ઓછા બે વર્ષ માટે સાચવી રાખવા પડશે. સુરક્ષાના કારણોસર સરકાર આ ડેટાની ચકાસણી કરી શકશે. બે વર્ષના સમય બાદ આ ડેટાનો નાશ કરવાનો રહેશે. આ સુધારો ટાટા કમ્યુનિકેશન્સ, સિસ્કોના વેબેક્સ, એટી એન્ડ ટી ગ્લોબલ નેટવર્ક વગેરેને પણ લાગુ પડશે.