લંડનની હોસ્પિટલમાં કામ કરતા 40 વર્ષના એક મહિલા ડોક્ટરે સોમવાર, 31 જાન્યુઆરીએ દક્ષિણ દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં આવેલા પોતાના નિવાસસ્થાન કથિત રીતે આત્મહત્યા કરી હતી. આ ડોક્ટર મહિલાની ઓળખ મેઘા કાયલ તરીકે કરવામાં આવી હતી તથા તાજેતરમાં 79 વર્ષના માતાના મૃત્યુ બાદ તેઓ ડિપ્રેશનમાં હતા, એમ પોલીસે જણાવ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે ઘટનાસ્થળથી સ્યુસાઇડ નોટ પણ મળી હતી. મહિલાના જાંઘના ભાગે જાતે કરેલી ઇજા સંકેતો મળ્યા હતા. મેઘા કાયલ લંડનમાં મિલ્ટન કેની યુનિવર્સિટી હોસ્પિટલમાં છેલ્લાં એક વર્ષથી ન્યૂરોલોજિસ્ટ તરીકે કામ કરતાં હતા. આ પહેલા તેઓ દિલ્હીના સરિતા વિહારમાં એપોલો હોસ્પિટલમાં ડોક્ટર હતા.
પોલીસ ડેપ્યુટી કમિશનર (સાઉથ) બોનિતા જયકરે જણાવ્યું હતું કે રવિવારે એપોલો હોસ્પિટલમાંથી આપઘાત અંગે મેડિકલો લિગલ કેસ (એમએલસી) મળ્યા બાદ પોલીસની ટીમ આ મહિનાના નિવાસસ્થાને ગઈ હતી. મેઘા કાયલના સિસ્ટર ઇન લોએ પોલીસને જણાવ્યું હતું કે 27 જાન્યુઆરીથી માતાના મોત બાદ મેઘા ડિપ્રેશનમાં હતા. તેમના પિતા પણ કેન્સરના દર્દી છે.
પોલીસે જણાવ્યું હતું કે પરિવારે વારંવાર બારણુ ખખડાવ્યું હોવા છતાં મેઘા કાયલ બહાર ન આવતા સવારે 7.40 કલાકે કાયલની સિસ્ટર-ઇન-લોએ ડુપ્લિકેટ ચાવીની મદદથી રૂમનું બારણું ખોલ્યું હતું. કાયત બેભાનઅવસ્થાનમાં પડ્યા હતા. તેનાથી પરિવારના સભ્યો તેમને તાકીદે એપોલો હોસ્પિટલમાં લઈ ગયા હતા. હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.














