ભારતના વાણિજ્ય અને વેપાર પ્રધાન ગોયલે શનિવારે જણાવ્યું હતું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આર્થિક સહકાર અને વેપાર સમજૂતીને પગલે ભારતના વિદ્યાર્થીઓને 2થી 4 વર્ષના પોસ્ટ સ્ટડી વર્ક વિઝા મળશે. તેનાથી યુવાન પ્રોફેશનલને વર્ક અને હોલિડે વિઝા સિસ્ટમનો પણ લાભ મળશે. પોસ્ટ સ્ટડી વર્ક વિઝાથી ભારતના લાયકાત ધરાવતા ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ-ગ્રેજ્યુએટ્સ અને STEM (સાયન્સ, ટેકનોલોજી અને મેથેમેટિક્સ) સ્પેશ્યાલિસ્ટને ઓસ્ટ્રેલિયામાં વધુ નોકરી કરવાનો વિકલ્પ મળશે. ભારતના હાલમાં આશરે 1 લાખ વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરે છે.