સુનકે રવિવારે જણાવ્યું હતું કે તેમણે વડા પ્રધાનને પત્ર લખીને તેમની મિનિસ્ટરીયલ ડેકલેરેશનને પ્રધાનોના હિતોના સ્વતંત્ર સલાહકાર ક્રિસ્ટોફર ગીડ્ટને રેફરન્સ માટે મોકલવા જણાવ્યું હતું.
જૉન્સનના પ્રવક્તાએ તા. 11ના રોજ જણાવ્યું હતું કે, “લોર્ડ ગીડ્ટ સમિક્ષાનું આ કાર્ય હાથ ધરે તે માટેની ચાન્સેલરની વિનંતીને માન આપીને વડાપ્રધાન સંમત થયા છે. વડા પ્રધાનને તેમના ચાન્સેલર પર સંપૂર્ણ વિશ્વાસ છે અને ખાતરી છે કે તમામ યોગ્ય ઘોષણાઓનું પાલન કરવામાં આવ્યું હતું.”
ગીડ્ટની સમીક્ષા માટે જૉન્સનને લખેલા પત્રમાં બ્રિટનના સૌથી અમીર સંસદ સભ્ય મનાતા સુનકે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેણે દરેક સમયે યોગ્ય રીતે કાર્ય કર્યું હતું પરંતુ તેમની “ઓવરરાઇડિંગ ચિંતા” એ હતી કે લોકોને તેમના જવાબોમાં વિશ્વાસ હોવો જોઈએ. મને વિશ્વાસ છે કે મારી ઘોષણાઓ અને તમામ સંબંધિત માહિતી યોગ્ય રીતે જાહેર કરવામાં આવી હોવાનું તપાસમાં જાણવા મળશે. મેં હંમેશા નિયમોનું પાલન કર્યું છે અને મને આશા છે કે આવી સમીક્ષા વધુ સ્પષ્ટતા પ્રદાન કરશે.”