રામનવમીની શોભાયાત્રા દરમિયાન ખંભાતમાં થયેલી જૂથ અથ઼ડામણમાં સામેલ તોફાનીઓના ગેરકાયદેરના મકાનો અને દુકાનો પર સરકારે બુઝડોઝર ફેરવી દીધું હતું. ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં પણ અસામાજિક તત્વોની ગેરકાયદે મિલકતો પર આવી કડક કાર્યવાહી થઈ છે.
આણંદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલા નિર્દેશોના આધારે દરિયાકાંઠાના શહેર ખંભાતમાં સ્થાનિક વહીવટીતંત્રે શક્કરપુરા વિસ્તારમાં દબાણોને દૂર કરવાનું શરૂ કર્યું હતું. પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા દરગાહની સામે આવેલી તમામ દુકાનો ધ્વસ્ત કરી દેવામાં આવી હતી રામનવમીના તોફાનો અંગે પોલીસનું કહેવું છે કે, રમખાણો સંપૂર્ણપણે યોજનાબદ્ધ હતા. આ ઘટનાના મુખ્ય આરોપી મૌલવીએ દરગાહમાં બેસીને રામનવમીના એક દિવસ પહેલા જ હિંસાનો પ્લાન બનાવ્યો હતો. 10 એપ્રિલના રોજ રવિવારે બપોરે હિંમતનગરના છાપરીયા ગામમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારા બાદ હિંસા ભડકી ઉઠી હતી. જો કે, તે ઘટનાના થોડા સમય બાદ ખંભાતના શક્કપુરામાં પણ રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારા બાદ જૂથ અથડામણ થઈ હોવાના સમાચાર મળ્યા હતા. આ અથડામણમાં એક વૃદ્ધનું મોત થતાં મામલો વધુ બિચક્યો હતો.