કેનેડાના ટોરોન્ટોના સ્કારબોરો વિસ્તારની એક મસ્જિદની બહાર પાર્કિંગ એરિયામાં શનિવારની રાત્રે કારમાંથી હુમલાખોરોએ કરેલા અંધાધૂધ ફાયરિંગમાં પાંચ લોકોને ઈજા પહોંચી હતી. આ ગોળીબાર બાદ ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતા.
કેનેડાના ટોરન્ટોના સ્કારબોરો વિસ્તારમાં મસ્જિદમાં રાતની નમાઝ બાદ લોકો મસ્જિદની બહાર નિકળ્યા હતા અને પાર્કિંગ એરિયામાં ભેગા થયા હતા.આ દરમિયાન અચાનક જ હુમલાખોરોએ એક કારમાંથી ભેગા થયેલા લોકો પર ગોળીઓ વરસાવવાની શરુ કરી દીધી હતી. તેમાં પાંચ લોકો ઘાયલ થયા હતા. ગોળીબાર કર્યા બાદ હુમલાખોરો નાસી ગયા હતા.
પોલીસનું કહેવુ છે કે, હજી સુધી હુમલા પાછળના ઈરાદાની જાણકારી મળી નથી. પોલીસ ઘટના અંગે તપાસ કરી રહી છે. જેમને ઈજા થઈ છે તેઓ ખતરાની બહાર છે. તમામ ઈજાગ્રસ્તોની વય 28 થી 35 વર્ષ વચ્ચેની છે.
ટોરોન્ટો પોલીસ વડા જેમ્સ રેમરે ટ્વીટર પર જણાવ્યું હતું કે આ હુમલાના ઇરાદાને પુષ્ટી આપવાનું વહેલું ગણાવશે, પરંતુ અમારું હેટ ક્રાઇમ યુનિટ સક્રિય બન્યું છે. હુમલાખોરે બ્લૂ વ્હિકલમાં આવ્યા હતા.