અમેરિકાની ફેડરલ રિઝર્વ બુધવારે વ્યાજદરમાં 22 વર્ષમાં સૌથી મોટો વધારો કર્યો હતો. અમેરિકામાં મોંઘવારી ૪૧ વર્ષની ટોચે પહોંચતા યુએસ ફેડે વ્યાજદરમાં વધારો કરવાની શરૂઆત માર્ચ મહિનાથી કરી હતી અને બુધવારે પૂરી થયેલ FOMC ની બેઠકમાં પણ વ્યાજદરમાં ૦.૫૦ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
અમેરિકાની સેન્ટ્રલ બેંકે વર્ષ ૨૦૦૦ બાદનો આ સૌથી મોટો વ્યાજદર વધારો કરવાની સાથે આગામી સમયમાં વધુ વ્યાજદર વધારાની આગાહી કરી છે. આગામી બેઠકમાં પણ ૦.૫૦ ટકાનો વધારો સંભવિત છે.
આ સિવાય જેરોમ પોવેલના નેજા હેઠળની યુએસ ફેડની કમિટીએ 1લી જૂનથી શરૂ થતાં મહિનામાં ૪૭.૫ બિલિયન ડોલરના બોન્ડ પરત ખરીદવાની જાહેરાત કરી છે. સતત ત્રણ મહિના સુધી સિસ્ટમમાંથી વધારાની લિક્વિડિટી પરત ખેંચવા ૪૭.૫ બિલિયન ડોલરના બોન્ડની પરત ખરીદી કરાશે. ત્યારબાદ બેલન્સશીટને દર મહિને ૯૫ અબજ ડોલર જેટલી હળવી કરવામાં આવશે.