પંચમહાલ જિલ્લાના શિવરાજપુર ખાતેના એક રિસોર્ટમાંથી જુગાર રમતા પકડાયેલા માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત 26 લોકોને હાલોલ કોર્ટે દોષિત જાહેર કર્યા છે અને તમામને બે વર્ષની જેલ સજા ફટકારી છે.
પોલીસે શિવરાજપુરના જીમીરા રિસોર્ટમાં 1 જુલાઇએ દરોડો પાડીને 26 જુગારીને ઝડપી કાર્યવાહી કરી હતી. પોલીસે ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, 4 વિદેશી મહિલા સહિત કુલ 7 મહિલા સહિત 26 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે ત્યાંથી 3.89 લાખ રોકડા 25 મોબાઈલ, લેપટોપ, 8 લક્ઝુરિયસ કાર સહિત 1.15 કરોડનો મુદામાલ જપ્ત કર્યો હતો..
ચુકાદામાં સજા પામેલા 26 પૈકી 24 આરોપીઓ સજા સમયે હાજર રહ્યા હતા. કોર્ટે આરોપીઓને સજા સાથે રીસોર્ટનું લાયસન્સ રદ કરવાનોઆદેશ કર્યો છે. કેસરીસિંહ સોલંકી માતરના ધારાસભ્ય તરીકે બે ટર્મથી ચૂંટાયા છે. પોલીસ જાણવા મળ્યું હતું કે, રીસોર્ટમાં અમદાવાદનો હર્ષદ વી. પટેલ જુગારનું સંચાલન કરતો હતો. જુગારમાં રોકડ રૂપિયાના વ્યવહાર સામે પ્લાસ્ટિકના કોઈનનો ઉપયોગ કરતો હતો. ઝડપાયેલી મહિલાઓ જોકી તરીકે કામ કરતી હતી. જે જુગાર રમતા લોકોને તાસના પત્તાં વહેંચવા સહિત કોઈનની વહેંચણી કરતી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.