દિલ્હીથી દુબઈ જતી સ્પાઈસજેટ SG-11 ફ્લાઈટમાં ઇન્ડિકેટર લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાયા બાદ મંગળવાર (4 જુલાઈ)એ કરાચી અનશિડ્યુલ્ડ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. B737 પ્લેન કરાચીમાં સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું અને મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા.

બોઇંગ 737 મેક્સ-8 વિમાનમાં ફ્યુઅલ ટેન્કમાંથી સંભવિત લીકેજનો ઇન્ડિકેટર્સ મળ્યું હતું. એવિયેશન રેગ્યુલર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશનને જણાવ્યું હતું કે પાઇલટને ઇંધણના જથ્થામાં અસાધારણ ઘટાડો થયું હોવાનું ઇન્ડિકેટર મળ્યું હતું. તેનાથી પાઇલટે સાવચેતીના પગલાં તરીકે કરાચમાં લેન્ડિંગ કરાવ્યું હતું.

સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, લેન્ડિંગ દરમિયાન કોઈ ઇમર્જન્સી જાહેર કરવામાં આવી ન હતી અને વિમાનનું સામાન્ય લેન્ડિંગ જ થયું હતું. અગાઉ એરક્રાફ્ટમાં કોઈ ખામી હોવાના કોઈ અહેવાલ નથી. મુસાફરો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતા. બીજું વિમાન કરાચી મોકલવામાં આવી રહ્યું છે ત્યાંથી જે મુસાફરોને દુબઈ લઈ જવાશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, દિલ્હી-દુબઈ બોઈંગ 737 MAX પ્લેન હવામાં હતું ત્યારે તેની ડાબી બાજુના ટેંકમાં ફ્યુઅલની માત્રામાં અસામાન્ય ઘટાડો જોવા મળતા વિમાનને કરાચી તરફ વાળવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, જ્યારે કરાચી એરપોર્ટ પર તપાસ કરવામાં આવી ત્યારે ડાબી બાજુના ટેંકમાંથી કોઇ લીકેજ જોવા મળ્યું ન હતું.