બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં ગત રવિવારે રાત્રે લઠ્ઠો અથવા તહ ઝેરી દારૂ પીવાથી 36 લોકોનાં મોત નીપજ્યાં હતાં તથા 87ની હાલત ગંભીર છે. મૃત્યુઆંક હજુ વધવાની શક્યતા છે. એક રાતમાં 36 લોકોએ જીવ ગુમાવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. મૃત્યુઆંક હજુ વધવાની ધારણા છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. લઠ્ઠાકાંડના જયેશ નામના મુખ્ય આરોપીની પીપળજથી ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીએ 600 લીટર કેમિકલ પૂરું પાડ્યું હતું. કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.

ઘટનાની ખબર મળતા જ આરોગ્ય વિભાગની ટીમ અને પોલીસનો કાફલો ગામમાં પહોંચી ગયા હતો. અમદાવાદ, ભાવનગર, બોટાદ અને અમરેલી એમ 4 જિલ્લાની પોલીસની સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. આ લઠ્ઠાકાંડની તપાસ માટે એક SIT ની રચના કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચને પણ લઠ્ઠાકાંડની તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ગત મંગળવારથી સમગ્ર રાજ્યમાં દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવા માટે પણ રાજ્ય સરકારે આદેશ જાહેર કર્યા હતા.

મળતી માહિતી મુજબ અમદાવાદથી સપ્લાય થયેલા કેમિકલમાંથી બરવાળાના ચોકડી પાસે આવેલા અડ્ડામાં પિન્ટુ ગોરવા નામના શખ્સે લઠ્ઠો તૈયાર કર્યો હતો. ત્યારબાદ આ લઠ્ઠો આજુબાજુના રોજીદ, ચંદરવા, દેવજ્ઞા તથા અમદાવાદ ગ્રામ્યના આકરુ અને ઉછડી સહિતના ગામોમાં સપ્લાય કરવામાં આવ્યો હતો. લઠ્ઠો પીનારને મોડી રાતે ચક્કર આવવાના શરુ થાય હતા. ત્યાર બાદ હોસ્પિટલોમાં એક પછી એક કેસ નોંધવા લાગ્યા. મૃત્યુ આંક 24 સુધી પહોંચ્યો છે ત્યારે 45 લોકો ગંભીર હાલતમાં ભાવનગર અને બોટાદની હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. દારૂ બનાવનારા અને દારૂ વેચનારાની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી.

પ્રાથમિક માહિતી મુજબ દેશી દારૂમાં મિથેનોલ કેમિકલના કારણે દારૂ ઝેરી થઈ ગયો હતો. મોડી રાતે દારૂ શખ્સને બનાવનારને કેમિકલ પહોંચાડનાર મુખ્ય આરોપી જયેશ ખાવડિયાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. પીપલજ પાસેની એક ફેક્ટરીમાંથી મિથેનોલ સપ્લાય કરવામાં આવતું હતું. ગુજરાત પોલીસના જણાવ્યા પ્રમાણે, આ લઠ્ઠાકાંડના મૃતકોએ દારૂ નહીં પરંતુ સીધું કેમિકલ જ પીધું હતુ. પોલીસે 450 લિટર મિથેનોલ જપ્ત કર્યું છે.

સૂત્રોએ આપેલી માહિતી મુજબ, બરવાળા લઠાંકાંડમાં અત્યાર સુધીમાં 36 લોકોના મોતમાં રોજિંદ 5, ચદરવા 2, દેવગના 2, અણીયાલી 2, આકરું 3, ઉચડી 2, અન્ય ગામના 2ના મોત સામેલ છે. ગુજરાત સરકારની દારૂબંધીના કડક અમલની વાતોના લીરા ઉડી જતા વિપક્ષ દ્વારા આંકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે.