(ANI Photo/ANI Pic Service)

બર્મિંગહામમાં રમાનારી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા ભારતીય મહિલા ક્રિકેટ ટીમ રવિવારે (24 જુલાઈ) બેંગલુરૂથી રવાના થઈ ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે.

કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ક્રિકેટનો પહેલીવાર સમાવેશ કરાયો છે. ભારતીય ટીમ કોમનવેલ્થ ગેમ્સમાં પોતાના અભિયાનની શરૂઆત 29 જુલાઈના રોજ વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે કરશે. ટીમ ઈન્ડિયા એ ગ્રુપમાં છે, જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા સિવાય ઉપરાંત પાકિસ્તાન અને બાર્બાડોસની ટીમ છે.

ગ્રુપ બીમાં ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા અને શ્રીલંકાની ટીમ છે. ટૂર્નામેન્ટની તમામ 16 મેચ બર્મિંગહામના એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ મલ્ટી-સ્પોર્ટ ટુર્નામેન્ટમાં ક્રિકેટ 29 જુલાઈથી શરૂ થશે જ્યારે ફાઈનલ અને ત્રીજા સ્થાન માટે પ્લેઓફ મેચ 7 ઓગસ્ટે રમાશે. દરરોજ બે મેચ રમાશે. દિવસની પ્રથમ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3.30 કલાકે અને બીજી મેચ રાત્રે 10:30 કલાકે શરૂ થશે.

ભારતીય મહિલા ટીમ આ મુજબ છેઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, એસ મેઘના, તાનિયા ભાટિયા, યસ્તિકા ભાટિયા, દીપ્તિ શર્મા, રાજેશ્વરી ગાયકવાડ, પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, રેણુકા ઠાકુર, જેમિમા રોડ્રિગ્સ, રાધા યાદવ, હરલીન દેઓલ અને સ્નેહ રાધા.