IndiGo Airlines
(ANI Photo/ ANI Picture Service)

ભારતની એરલાઇન ઈન્ડિગોએ તેના મુસાફરોની નવી સુવિધા માટે જાહેરાત કરી છે કે હવે તે પ્લેનમાંથી પોતાના પેસેન્જરોને બહાર નીકળવા માટે ત્રણ દરવાજાની સુવિધા આપશે. આનાથી મુસાફરો વહેલી તકે વિમાનમાંથી બહાર નીકળી શકશે. આ 3-પોઇન્ટ એક્ઝિટની મદદથી, મુસાફરો 2 આગળ અને 1 પાછળના એક્ઝિટ રેમ્પથી પ્લેનમાંથી બહાર નીકળી શકશે. પ્લેનમાં 3-પોઇન્ટ એક્ઝિટની સગવડ લાવનારી તે વિશ્વની પહેલી એરલાઈન બનશે. નવી સિસ્ટમ માત્ર 7 થી 8 મિનિટમાં મુસાફરોને વિમાનમાંથી ઉતારી લેશે

શરૂઆતના તબક્કામાં એરલાઇન દિલ્હીમુંબઈ અને બેંગલુરુ એરપોર્ટ માટે આ નવી પ્રોસેસ ચાલુ કરશેદૂરના પાર્કિંગ સ્ટેન્ડ કે બ્રિજથી દૂર પાર્ક કરેલી ફ્લાઇટ માટે આ સુવિધા ચાલુ કરવામાં આવશેકંપની તબક્કાવાર ધોરણે દેશના બીજા એરપોર્ટ પર પણ આ સુવિધા આપવાની યોજના ધરાવે છેઇન્ડિગોના સીઇઓ રોનોજોય દત્તાએ પત્રકારોને જણાવ્યું હતું કે એ-320 વિમાનમાંથી પેસેન્જર્સને ઉતારવામાં આશરે 13 મિનિટ લાગતી હોય છેજોકે નવી પ્રોસેસથી આ કવાયત ઝડપી બનશે અને મુસાફરો માટે એક્ઝિટ થવાનો સમય 13 મિનિટથી ઘટીને મિનિટ થશે