Commonwealth Games

શ્રીલંકાના રેસલર, જુડો સ્ટાર અને જુડો કોચ બર્મિંગહામ ખાતે રમાઇ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાંથી ગુમ થઈ ગયા છે. તેઓ સોમવારથી જોવા મળ્યા નથી. 180 દિવસના વિઝા સાથે આવેલા અને ગુમ થયેલા આ ખેલાડીઓએ તેમના પાસપોર્ટ સરન્ડર કરી દીધા હોવાથી તેઓ દેશ છોડી શકે તેમ નથી.

શ્રીલંકન ટીમના પ્રવક્તા ગોબીનાથ શિવરાજાએ કહ્યું: “અમે તમામ એથ્લેટ્સ અને અધિકારીઓને આ ઘટના પછી તમામ તેમના પાસપોર્ટ સબમિટ કરવા કહ્યું છે. પોલીસ તપાસ કરી રહી છે અને ત્રણેય યુકેની સરહદો પાર કરી શકતા નથી. જે ​​બન્યું છે તે ખરેખર કમનસીબ છે.”

મોટે ભાગે ત્રીજા વિશ્વના દેશોના ખેલાડીઓ યુકે આવવાની તક મળ્યા પછી સારી કમાણીની આશાએ આ રીતે ગાયબ થઇને ગેરકાયદેસર રીતે કામ કરતા હોય છે. વળી શ્રીલંકાની હાલની સ્થિતી જોતાં તેમણે આવું કર્યું હોય તે સ્વાભાવિક છે.

શ્રીલંકાની ટીમમાં 51 અધિકારીઓ સહિત 161 ખેલાડીઓનો સમાવેશ થાય છે.