'Hum Aur Hamara Desh' program ,Inspiring Indian Women IIW'
(istockphoto.com)

અમેરિકાના ઐતિહાસિક શહેર બોસ્ટનમાં ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પ્રથમ વખત યોજાયેલી ઈન્ડિયા-ડે પરેડમાં 220 ફૂટ ઉંચો અમેરિકા-ભારતનો ધ્વજ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ઇન્ડિયા-ડે પરેડમાં 30 કરતાં વધુ દેશોના સેંકડો લોકોએ ભાગ લીધો હતો.

ભારત અને અમેરિકાની વિવિધતાને દર્શાવતા આ કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો ગાવામાં આવ્યા હતા અને 30થી વધુ દેશના હજારો લોકોએ આ ઈન્ડિયા ડે પરેડમાં હિસ્સો લીધો હતો. ભારતના ભૂતપૂર્વ  ક્રિકેટર આર પી  સિંહ પણ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. તેમાં મેસેચ્યુસેટ્સ તથા ન્યૂ ઈંગ્લેન્ડના અનેક નેતાઓએ ભાષણ આપ્યું હતું.

ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિએશન્સ-ન્યૂ ઈંગ્લેન્ડના પ્રેસિડન્ટ અને કમ્યુનિટી લીડર અભિષેક સિંહે જણાવ્યું હતું કે બોસ્ટનમાં પ્રથમ વખત ઈન્ડિયા ડે પરેડને ઐતિહાસિક સફળતા મળી છે. તેનો સંપૂર્ણ શ્રેય શહેરમાં વસતા ભારતીય-અમેરિકન્સના તથા આ તેને સફળ બનાવવા માટે કાર્ય કરનારા સ્વયંસેવકોના ફાળે જાય છે. આ ઓર્ગેનાઇઝેશનને આ પરેડનું આયોજન કર્યું હતું. બોસ્ટન

બોસ્ટનમાં ઇન્ડિયા-ડે પરેડના પ્રણેતા સિંહે જણાવ્યું હતું કે તેમને આઝાદ ભારતના 75 વર્ષની ઉજવણી વિશ્વભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ તરીકે કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અનુરોધમાંથી પ્રેરણા મળી હતી.