India Flag saluted with a 'swadeshi' cannon
(ANI PHOTO)

ભારતની આઝાદીના 75 વર્ષ બાદ પહેલી વખત 15 ઓગસ્ટ 2022ના રોજ લાલ કિલ્લા પરથી તિરંગાને સલામી આપવા માટે સ્વદેશી તોપનો ઉપયોગ કરાયો હતો. અત્યાર સુધી વિદેશી તોપોથી 15 ઓગસ્ટના ધ્વજવંદન વખતે સલામી અપાતી પણ આજે ભારતના જ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશને ડેવલપ કરેલી તોપથી તિરંગાને સલામી અપાઈ હતી.પહેલી વખત એમઆઈ 17 હેલિકોપ્ટરોએ લાલ કિલ્લા પર પુષ્પવર્ષા કરી હતી.

ડીઆરડીઓની સ્વદેશી તોપની જો સરખામણી બોફોર્સ સાથે કરવામાં આવે તો ભારતમાં બનેલી આ ગન વધારે પાવરફુલ છે. સ્વતંત્રતા દિવસ પર તિરંગાને 21 તોપની સલામી આપવાની પરંપરા છે. જોકે તેમાં બ્લેન્ક ગોળા ફાયર કરાય છે. ગોળામાં દારુગોળો હોય છે પણ કોઈ જાતના પ્રોજેકટાઈલ ફિટ નથી કરાતા. તેના કારણે સલામી આપતી વખતે માત્ર ધડાકા થાય છે અને કોઈને નુકસાન થતું નથી.