4% increase in dearness allowance of central employees pensioners
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારતના મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન્ડસ્ટ્રીઝની ઇક્વિટી એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ) અગાઉ બે મહિના સુધી સતત ઘટયા બાદ જુલાઇ મહિનામાં માસિક ધોરણે ૧૦.૩ ટકા વધીને રૂ. ૧૫.૨ લાખ કરોડ થઇ હતી. 

અગાઉ ત્રણ મહિના સતત ઘટયા બાદ શેરબજાર જુલાઇમાં રિકવરી થતા ઇક્વિટી મ્યુ. ફંડ્સની એસેટ્સમાં વૃદ્ધિ જોવા મળી હતી. આ સાથે ઇક્વિટી સ્કીમમાં રોકાણ પણ માસિક ધોરણે ૧૪.૩ ટકા ઘટીને રૂ. ૩૦૪ અબજ થયું હતું અને રિડમ્પ્શન ૧૬ ટકા વધીને રૂ. ૧૪૮ કરોડ રહ્યું હતું. પરિણામે ચોખ્ખુ મૂડીરોકાણ જુલાઇમાં ઘટીને રૂ. ૧૫૭ અબજ થયુ હતું, જે જૂનમાં રૂ. ૨૨૮ અબજ હતું.  

નિફ્ટી બેન્ચમાર્કે સતત ત્રણ મહિના નેગેટિવ રિટર્ન આપ્યા બાદ જુલાઇમાં ૮.૭ ટકાના માસિક સુધારા સાથે શાનદાર રિકવરી દેખાડી હતી, જે ડિસેમ્બર ૨૦૨૦ પછીનો સૌથી મોટો માસિક ઉછાળો હતો. નિફ્ટી મિડેકપ-૧૦૦ ઇન્ડેક્સે પણ જુલાઇમાં પ્રોત્સાહિક દેખાવ કર્યો હતો. ઓક્ટોબર ૨૦૨૧થી સળંગ નવ મહિનામાં વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી ૩૩.૩ અબજ ડોલરનું રોકાણ પાછું ખેંચ્યુ હતા.  

સમગ્ર મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન્ડસ્ટ્રીઝની કુલ અંડર એસેટ મેનેજમેન્ટ (એયુએમ) વધીને રૂ. ૩૭.૭ લાખ કરોડે પહોંચી ગઇ હતી, જે જૂનની તુલનાએ ૫.૯ ટકા વધારે હતી. જે ઇક્વિટી સ્કીમની એયુએમમાં રૂ. ૧૪૧૨ અબજ, ઇટીએફમાં રૂ. ૩૮૦ અબજ, બેલેન્સ્ડ ફંડ્સમાં રૂ. ૨૧૦ અબજ અને ઇન્કમ ફંડ્સમાં રૂ. ૧૭૯ અબજના ઇનફ્લોને આભારી હતી.