drought in UK
.પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

બ્રિટિશ રાજધાની લંડનમાં અને તેની આસપાસના ગ્રાહકોને સેવા આપતા થેમ્સ વોટરે લાંબા સમય સુધીના હવામાન, પુશ્કળ ગરમી અને આવતા મહિનાઓમાં ઓછા વરસાદની આગાહીને પગલે 24 ઓગસ્ટથી હોસપાઈપનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

લગભગ 90 વર્ષોમાં ઈંગ્લેન્ડના સૌથી સૂકા મહિના તરીકે જુલાઈને જાહેર કરાયો છે. બ્રિટને શુક્રવારે સત્તાવાર રીતે ઈંગ્લેન્ડના ભાગોમાં દુષ્કાળ જાહેર કર્યો. થેમ્સ વોટર પહેલાં ઇંગ્લેન્ડની કેટલીક અન્ય કંપનીઓએ હોસપાઇપના ઉપયોગ પર પ્રતિબંધ લાદ્યો છે. આ પ્રતિબંધ અતર્ગત લોકો પર પોતાના બગીચામાં પાણી આપવા, કાર ધોવા અથવા પેડલિંગ પૂલ ભરવા માટે પાઇપનો ઉપયોગ કરી શકશે નહિં.