Organized open day of Bharatiya Vidya Bhavan
(SAM PANTHAKY/AFP via Getty Images)

યુનેસ્કોની વૈશ્વિક સાંસ્કૃતિક વારસાની યાદીમાં ગુજરાતના ગરબાનો સમાવેશ કરવા માટે ભારત સરકારે ભલામણ કરી છે. યુનેસ્કોના ઇન્ટેલિબલ હેરિટેજ સેક્શનના સેક્રેટરી ટીમ કુર્ટિસે સ્પષ્ટતા કરી હતી કે ભારતે યુનેસ્કોના ઇન્ટેલિજબલ કલ્ચરલ હેરિટેજ માટે ગુજરાતના ગરબાને નોમિનેટ કર્યાં છે. ગરબાના નોમિનેશન અંગે 2023ની સાઇકલમાં વિચારણા કરશે. આ ફાઇલની સેક્રેટરિયેટ ટેકનિકલ ચકાસણી કરી રહ્યાં છે.

તેમણે જણાવ્યું હતું કે આ ફાઇલની મધ્ય 2023 સુધી મૂલ્યાંકન સમિતિ ચકાસણી કરશે. 2023ના અંતે કમિટીના 2023ના સેશનમાં ગરબા અંગે નિર્ણય કરવામાં આવશે. મૂલ્યાંકન સમિતિમાં ત્રણ એનજીઓ, ત્રણ નિષ્ણાતો અને બીજો ટીમો હશે, જે નોમિનેશન અંગેનો નિર્ણય કરશે.

અગાઉ ભારત સરકારે ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ યાદીમાં ગરબાનો સમાવેશ કરવા માટેના પ્રયાસો શરૂ કર્યા હતા. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત વડનગર કૉન્ફરન્સમાં યુનેસ્કોના ભારત, ભુતાન, માલદિવ્સ અને શ્રીલંકા ખાતેના ડાયરેક્ટર એરિક ફોલ્ટે ગુજરાતના ગરબાને હેરિટેજમાં સામેલ થાય એ માટે શુભેચ્છા પાઠવી હતી.અગાઉ સાંસ્કૃતિ વારસાની યાદીમાં દુર્જા પૂજા મહોત્સવ, યોગ, વેદિક મંત્રોચ્ચાર, ચાઉ નૃત્ય, નવરોઝ, કુંભમેળો સહિતના 14 સાંસ્કૃતિક વારસાનો સમાવેશ થયેલો છે.