Satwiksairaj Rankireddy and Chirag Shetty
file photo (ANI Photo)

ભારતના ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રાન્કીરેડ્ડીએ વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપની મેન્સ ડબલ્સની સેમિ ફાઈનલમાં પરાજય થતાં તેમને બ્રોન્ઝ મેડલ જ મળ્યો હતો. ભારત માટે આ બ્રોન્ઝ પણ ઐતિહાસિક છેકારણ કે પહેલીવાર ભારતીય જોડીને મેન્સ ડબલ્સમાં મેડલ મળ્યો છે. વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપમાં આ ભારતનો કુલ ૧૩મો મેડલ છે.

વર્લ્ડ રેન્કિંગમાં સાતમો ક્રમાંક ધરાવતી ચિરાગ-સાત્વિકની જોડીનો મલેશિયાના છઠ્ઠા ક્રમાંકિત આરોન ચિયા અને સોહ વૂઈ યીક સામે ૨૨-૨૦૧૮-૨૧૧૬-૨૧થી પરાજય થયો હતો. આ બન્ને મલેશિયન જોડી સામે આ સતત છઠ્ઠી મેચ હાર્યા હતા. આ અગાઉ, 2011માં વર્લ્ડ ચેમ્પિયનશિપ્સમાં જ્વાલા ગુટ્ટા અને અશ્વિની પોનપ્પાએ મહિલા ડબલ્સમાં બ્રોંઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.