High Court orders to hold municipal elections without OBC reservation in UP
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

2019માં બેદરકારીના કારણે થયેલી હત્યાના કેસમાં આરોપી એક ઈન્ડિયન અમેરિકન ભૂતપૂર્વ પોલીસ અધિકારીને ટેક્સાસની કોર્ટે નિર્દોષ ઠરાવ્યા છે. આ ભૂતપૂર્વ અધિકારી ઉપર કૂતરાને મારતી વખતે મહિલાને ગોળી મારવાનો આરોપ હતો. 30 વર્ષની મેગી બ્રૂક્સના મોતની ઘટનામાં હત્યાનો કેસ રવિન્દર સિંઘ સામે ચાલતો હતો. ટારન્ટ ક્રિમિનલ ડિસ્ટ્રિક્ટ એર્ટર્ની ઓફિસે સોમવારે જ્યૂરીનો નિર્ણય વાંચી આપેલા નિવેદનમાં જણાવાયું હતું કે, બળપ્રયોગના કારણે કોઇ નાગરિકનું મોત થાય તો એ કેસ મોટી જ્યૂરી પાસે મોકલવામાં આવે છે.

ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસે વધુમાં જણાવ્યું હતું કે, જ્યૂરીએ 2019માં બ્રૂક્સના મોત સંબંધિત તથ્યો જાણ્યા હતા. સાક્ષી અને પૂરાવા તપાસતા જણાયું છે કે, રવિન્દર સિંઘ નિર્દોષ છે.

ઓગસ્ટ 2019માં અર્લિંગ્ટન પોલીસે જારી કરેલા બોડીકેમ ફૂટેજમાં જણાયું હતું કે, એક શોપિંગ સેન્ટર પાસે બહાર ઘાસ પર એક મહિલાના પડી ગયા અંગે પોલીસને કોલ આવ્યા પછી તરત જ રવિન્દર સિંઘે તપાસ કરી હતી. જેવું સિંઘે મહિલાને પૂછ્યું કે, શું તે બરાબર છે કે કેમ, ત્યારે જ અચાનક એક કૂતરો તેમની તરફ દોડતો આવ્યો અને અધિકારીએ ગોળીબાર કર્યા. જેમાંથી એક ગોળી આ મહિલાની છાતીમાં વાગી હતી, પછી તેની ઓળખ બ્રૂક્સ તરીકે થઇ હતી. બ્રૂક્સ ત્રણ બાળકોની માતા હતી, ગોળી વાગ્યા પછી તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી અને ત્યાં તેનું મૃત્યુ થયું હતું. તેના મોતને સાપરાધ માનવવધ – હત્યામાં ખપાવવામાં આવ્યું હતું.

સિંઘે નવેમ્બર 2019માં એક એડમિનિસ્ટ્રેટિવ તપાસ દરમિયાન પોતાના પદેથી રાજીનામુ આપ્યું હતું. સપ્ટેમ્બર 2020માં ટારન્ટ કાઉન્ટી ગ્રાંડ જ્યૂરીએ હત્યાના કેસમાં તેમને આરોપી ઠેરવ્યા હતા.