(ANI Photo/ ANI Picture Service)

વર્જિન એટલાન્ટિકે ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો સાથે બુધવારે કોડશેર એગ્રીમેન્ટ કર્યા છે. આ સમજૂતિ હેઠળની ફ્લાઇટ્સ 27 સપ્ટેમ્બરથી ચાલુ થશે. ભારતની કંપની સાથે રિચાર્ડ બ્રેન્સને પ્રમોટ કરેલી કંપનીએ કરેલી આ સૌથી મોટી એગ્રીમેન્ટ પૈકીની એક છે.

આ એગ્રીમેન્ટથી બંને એરલાઇન્સ એકબીજાની ફ્લાઇટની સીટનું વેચાણ કરી શકશે. ઇન્ડિગો-વર્જિન એટલાન્ટિકની ભાગીદારી હેઠળના પ્રારંભિક કોડશેર ડેસ્ટિનેશનમાં ચેન્નાઇ, બેંગલુરુ, હૈદરાબાદ, કોલકતા, અમદાવાદ, અમૃતસર, ગોવા, દિલ્હી અને મુંબઈનો સમાવેશ થાય છે. આ સમજૂતી હેઠળ કોચી, ચંદીગઢ, જયપુર, પૂણે, કોઇમ્બતુર, નાગપુર, વડોદરા, ઇન્દોર અને વિશાખાપટ્ટનમને પછીથી આવરી લેવામાં આવશે.

ઇન્ડિગો અને વર્જિન અટલાન્ટિક વચ્ચેના કોડશેર એગ્રીમેન્ટ હાલમાં ભારતના સાત શહેરોને આવરી લવામાં આવ્યા છે અને વર્ષના અંત ભાગમાં વધુ શહેરોનો ઉમેરો કરશે. આ કોડશેર એગ્રીમેન્ટને પગલે વર્જિન એટલાન્ટિકના પેસેન્જર લંડનથી દિલ્હી કે મુંબઈની મુસાફર માટે સિંગલ ટિકિટ ખરીદી શકશે અને પછી ભારતના આ શહેરો માટે ઇન્ડિગોની ફ્લાઇટ મેળવી શકશે.

LEAVE A REPLY

15 − thirteen =