(Photo by Alexander Hassenstein/Getty Images)

ભારતીય જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ફરી એકવાર ઈતિહાસ સર્જ્યો છે. તે ડાયમંડ લીગમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી આ સિધ્ધિ મેળવનારો પ્રથમ ભારતીય એથલેટ બન્યો છે. ઝ્યૂરિકમાં યોજાયેલી ડાયમંડ લીગની ફાઈનલમાં તે 88.44નો બેસ્ટ થ્રો કરીને પ્રથમ સ્થાને રહ્યો હતો. આ અગાઉ નીરજ 2017 અને 2018માં પણ ફાઈનલમાં ક્વોલિફાય થયો હતો, પણ  ત્યારે તે 2017 સાતમા અને 2018માં ચોથા સ્થાને રહ્યો હતો.

આ વર્ષે નીરજની શરૂઆત ખરાબ રહી હતી અને તેનો પહેલો થ્રો ફાઉલ થયો હતો. એ પછી તેણે પોતાના બીજા પ્રયાસમાં 88.44 મીટરનો થ્રો કર્યો હતો. 

જેકબ વાડલેચને સિલ્વરઃ ચેક રીપબ્લિકનો જેકબ વાડલેચ 86.94 મીટરના બેસ્ટ થ્રો સાથે બીજા ક્રમે તથા જર્મનીનો જુલિયન વેબર 83.73 મીટરના બેસ્ટ થ્રો ત્રીજા ક્રમે રહ્યો હતો. નિરજે આ અગાઉ ગયા વર્ષે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ, 2018માં એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. આ વર્ષે જ તાજેતરમાં યોજાયેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં તેણે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.

LEAVE A REPLY

1 × 2 =