Image - Jignesh Patel

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધરાવતા હન્સલોના જિજ્ઞેશ અને યશ પટેલે હન્સલો ઇસ્ટ અંડરગ્રાઉન્ડ રેલવે સ્ટેશનની બહાર, કિંગ્સલી રોડ પર મહારાણીને અંજલિ આપવા બે માળના એક મકાનની દિવાલ પર મહારાણીનું વિશાળકાય ચિત્ર દોર્યું હતું. જે હવે ટ્યુબ સ્ટેશનથી દેખાઇ આવે છે.

આ પ્રોજેક્ટનું નેતૃત્વ જિજ્ઞેશ પટેલે કર્યું છે. મ્યુરલિસ્ટ જિગ્નેશ અને યશ પાંચ વિશ્વ રેકોર્ડ ધરાવે છે જેમાંનો એક સૌથી મોટુ બબલ રેપ પેઇન્ટિંગ બનાવવાનો છે. 2020માં, જીગ્નેશ બીબીસીના ધ વન શોમાં ‘વન બિગ થેંક યુ’ સેગમેન્ટમાં પણ જોવા મળ્યા હતા.

LEAVE A REPLY

4 + seventeen =