સમગ્ર લેસ્ટરમાં હિન્દુ અને જૈન મંદિરોનું પ્રતિનિધિત્વ કરતા લેસ્ટરના સંજીવ પટેલે જણાવ્યું હતું કે ‘’હું શનિવારની રાત્રિની અવ્યવસ્થાથી ખૂબ જ દુઃખી અને આઘાતમાં છે. અમે ઘણા દાયકાઓથી શહેરમાં સુમેળમાં જીવીએ છીએ. પરંતુ જે બાબતો આપણે નાખુશ છીએ તેને બહાર કાઢવા માટે ટેબલની આસપાસ એવી બાબતોની ચર્ચા કરવાની જરૂર છે. હિંસાનો આશરો લેવો એ તેનો સામનો કરવાનો માર્ગ નથી. અમે ભયભીત છીએ અને છેલ્લા બે અઠવાડિયામાં જે થઈ રહ્યું હતું તેના માટે દુ:ખ વ્યક્ત કરીએ છીએ. લોકોએ સોશિયલ મીડિયા પર પ્રસાર થતી ખોટી માહિતીથી સાવચેત રહેવાની જરૂર છે. હિંસા એ કોઈ બાબતનો ઉકેલ નથી.”











