REUTERS/Henry Nicholls

બ્રિટિશ વડા પ્રધાન લિઝ ટ્રસે એક મોટું પગલું ભરીને તેમના ચાન્સેલર ક્વાસી ક્વાર્ટેંગની હકાલપટ્ટી કરી છે. ગયા મહિનાના અંતમાં તેમના મિનિ-બજેટથી ઊભી થયેલી આર્થિક અસ્થિરતાને રોકવાના પ્રયાસરૂપે ટ્રસે તેમને બરતરફ કર્યા છે, એમ ડાઉનિંગ સ્ટ્રીટમાંથી બહાર આવતા અહેવાલોમાં શુક્રવારે જણાવ્યું હતું.

ટ્રસ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે ઔપચારિક જાહેરાત કરે તેવી ધારણા છે. ક્વાર્ટેંગ ટ્રેઝરી સેક્રેટરી તરીકે  માત્ર 38 દિવસ માટે રહ્યાં હતા. ચાન્સેલર તરીકે હટી જવાની સૂચના આપી હોવાની બાબતને ક્વાર્ટંગે ટ્વીટર પર પુષ્ટી આપી હતી.

રાજીનામા પત્રમાં જણાવાયું હતું કે મેં છેલ્લાં સપ્તાહોમાં ઘણી વખત કહ્યું છે કે, યથાસ્થિતિનું પાલન કરવું એ એક વિકલ્પ ન હતો. ઘણા લાંબા સમયથી આ દેશ નીચા વિકાસ દર અને ઊંચા કરવેરાથી ઘેરાયેલો છ. જો દેશે સફળ થવું હોય તો હજુ પણ બદલવું આવશ્યક છે.”

અગાઉ, નાણા પ્રધાને વોશિંગ્ટનમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) ની મીટિંગ હાજરી આપવા માટેની યુએસની મુલાકાત ટૂંકાવી દીધી હતી અને તેના વડાપ્રધાન સાથે મીટિંગ માટે પાછા ફર્યા હતા. તેનાથી તેમના હોદ્દા અને ટેક્સ કપાતમાં યુ-ટર્ન અંગે અટકળોને વેગ મળ્યો હતો. ટેક્સ કપાતને કારણે ડોલર સામે પાઉન્ડ ગબડ્યો હતો અને બેન્ક ઓફ ઈંગ્લેન્ડે પેન્શન ફંડ્સને મજબૂત રાખવા માટે દેશના લોંગ ટર્મ બોન્ડ્સની ખરીદી કરવાની ફરજ પડી હતી.

LEAVE A REPLY

5 + 6 =