Yonhap via REUTERS

નોર્થ કોરિયાએ બુધવારે દરિયામાં ઓછામાં ઓછી 17 મિસાઇલો છોડી હતી. આમાથી એક મિસાઇલ દક્ષિણ કોરિયાના દરિયાકાંઠે 60 કિમી (40 માઇલ)થી ઓછા અંતરે પડી હતી. નોર્થ કોરિયાની આ હિલચાલને દક્ષિણ કોરિયાના પ્રમુખ યુન સુક-યોલે “પ્રાદેશિક અતિક્રમણ” ગણાવ્યું હતું અને પોતાના દેશના એક પ્રાંતમાં એલર્ટ જાહેર કર્યું હતું

1945માં કોરિયન દ્વીપકલ્પનું વિભાજન થયા બાદ દક્ષિણ કોરિયાની જળસીમા નજીક પડેલી આ પ્રથમ બેલેસ્ટિક મિસાઈલ હતી. ઉત્તર દ્વારા એક જ દિવસમાં સૌથી વધુ મિસાઈલ છોડવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના છે. દક્ષિણ કોરિયાએ હવાઈ હુમલાની ચેતવણીઓ જારી કરી અને જવાબમાં પોતાની મિસાઈલો લોન્ચ કરી હતી.
મિસાઇલ દક્ષિણ કોરિયાના પ્રાદેશિક જળ સીમાની બહાર પડી હતી, પરંતુ તે વિવાદિત આંતર-કોરિયન દરિયાઇ સરહદ નોર્ધન લિમિટ લાઇન (NLL)ની દક્ષિણે પડી હતી.

દક્ષિણ કોરિયાના યુદ્ધ વિમાનોએ જવાબમાં એનએલએલના ઉત્તરમાં સમુદ્રમાં ત્રણ એર-ટુ-ગ્રાઉન્ડ મિસાઇલો છોડ્યા હતા,એમ દક્ષિણ કોરિયાના સૈન્યએ જણાવ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે ઉપયોગમાં લેવાયેલા શસ્ત્રોમાં AGM-84H/K SLAM-ERનો સમાવેશ થાય છે.

દક્ષિણ કોરિયાના પ્રેસિડન્ટ યુંગ સુક યોલે જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાના આ પગલાં આક્રમણ સમાન છે અને તેમણે ઉલ્લેંગડું પ્રાંતમાં એલર્ટ જાહેર કર્યું હતું. ઉત્તર કોરિયાની મિસાઇલો હવામાં આવતા જ ઉલ્લેંગડું પ્રાંતમાં મિસાઈલ એલર્ટ સાયરન વાગી હતી અને લોકોને જમીનની અંદર બંકરમાં ઘૂસી જવા ચેતવણી આપવામાં આવી હતી

ઉત્તર અને દક્ષિણ બન્ને દેશો છૂટા પડ્યા પછી ૧૯૫૩માં યુદ્ધ ખતમ થયું હતું. આ યુદ્ધ પૂર્ણ થયા પછી પ્રથમ વખત ઉત્તર કોરિયાની મિસાઈલ દક્ષિણ કોરિયાની જળસીમા ઓળંગી હોય તેવો આ પ્રથમ બનાવ છે. ટુંકા અંતરની આ બેલાસ્ટિક મિસાઈલ ઉલ્લેંગડું નજીકની જળસીમામાં પડી હતી. આ જળસીમા ઉત્તર અને દક્ષિણ કોરિયાને આ વિસ્તારમાં અલગ પાડે છે.

ઉત્તર કોરિયા પોતાની લશ્કરી તાકાત વધી રહી છે તેવું પુરવાર કરવા સમયાંતરે આ રીતે મિસાઈલ પરીક્ષણ કરે છે. છેલ્લા એક મહિનામાં લગભગ આઠ વખત ઉત્તર કોરિયાએ મિસાઈલ પરીક્ષણ હાથ ધર્યું છે. તેનાથી અમેરિકા અને દક્ષિણ કોરિયા ચિંતિત છે. ઉત્તર કોરિયા એક પરમાણુ સત્તા છે અને અમેરિકા અને દક્ષિણ કોરિયા સાથે રાજદ્વારી રીત યુદ્ધે ચડેલું છે.

LEAVE A REPLY

twelve + six =