(Photo by Alex Davidson/Getty Images)

મોહમ્મદ રિઝવાનની ODI કેપ્ટન પદેથી હકાલપટ્ટી કરી ડાબેરી ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદીને કમાન સોંપવાના પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નિર્ણયથી ક્રિકેટ ચાહકોએ રોષ ફેલાયો હતો. મુખ્ય કોચ માઈક હેસને આ ફેરફાર માટે દબાણ હોવાનું માનવામાં આવે છે.

પીસીબીએ સોમવારે જાહેરાત કરી હતી કે શાહીન 4થી 8 નવેમ્બર દરમિયાન ફૈસલાબાદમાં દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં પાકિસ્તાનનું નેતૃત્વ કરશે. આ નિર્ણય ઇસ્લામાબાદમાં રાષ્ટ્રીય પસંદગીકારો, સલાહકાર બોર્ડના સભ્યો અને હેસનની હાજરીમાં યોજાયેલી બેઠકમાં લેવાયો હતો.

શાહીન પાકિસ્તાન માટે 66 વનડે, 92 ટી20 મેચ અને 32 ટેસ્ટ મેચ પણ રમ્યો છે.ક્રિકેટ વિશ્લેષક ઓમૈર અલાવીએ જણાવ્યું હતું કે, “એ વિચિત્ર છે કે હેસને રિઝવાનની કેપ્ટનશીપ વિશે માત્ર એક શ્રેણી પછી અભિપ્રાય બનાવ્યો હતો. આ વિકેટકીપર-બેટ્સમેનનો સફળતા દર 45 ટકા છે અને ભૂલશો નહીં કે તેને ઓસ્ટ્રેલિયા, ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકામાં ODI શ્રેણી જીતી હતી.

રિઝવાને 20 વનડેમાં પાકિસ્તાનનું નેતૃત્વ કર્યું, જેમાં નવમાં જીત અને 11માં હારનો સમાવેશ થાય છે, જેમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખરાબ પ્રદર્શન અને ત્યારબાદ ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝમાં શ્રેણી હારનો સમાવેશ થાય છે.

મીડિયા અહેવાલોમાં દાવો કરાયો હતો કે રિઝવાનને બદલવાનો નિર્ણય ફક્ત હેસન દ્વારા જ નહીં પરંતુ પસંદગી સમિતિના સભ્યો દ્વારા પણ પ્રભાવિત થયો હતો, જેમાં હાઇ-પર્ફોર્મન્સ સેન્ટરના ડિરેક્ટર આકિબ જાવેદ અને બે ભૂતપૂર્વ કેપ્ટન, સરફરાઝ અહેમદ અને મિસબાહ-ઉલ-હકનો સમાવેશ થાય છે, જેઓ PCB ચેરમેન મોહસીન નકવીના સલાહકાર બોર્ડમાં છે. PCBએ આ ફેરફાર માટે કોઈ સત્તાવાર કારણ આપ્યું નથી, ત્યારે આંતરિક સૂત્રો માને છે કે હેસનની ભલામણ આ ફેરફાર કરવા માટે મહત્ત્વની બની હતી.

એવી પણ અફવાઓ છે કે ક્રિકેટ બોર્ડના કેટલાક લોકો ડ્રેસિંગ રૂમમાં ક્રિકેટની ચર્ચાઓમાં રિઝવાન વારંવાર ધર્મનો ઉલ્લેખ કરતો હતો. આનાથી કેટલાક ખેલાડીઓ અસ્વસ્થતા અનુભવતા હતાં.રિઝવાનને ક્રિકેટ મેચો દરમિયાન અને મીડિયા ઇન્ટરવ્યુમાં પણ ખુલ્લેઆમ પોતાના ધર્મ વ્યક્ત કરવામાં કોઈ સંકોચ રાખ્યો નથી. તેને ખેલાડીઓને દિવસમાં પાંચ વખત નમાજ પઢવાની સલાહ આપી હતી.

LEAVE A REPLY