Tirumala Temple Trust Richest temple trust

હિન્દુ મંદિરોના વિશ્વના સૌથી મોટા ટ્રસ્ટ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ની સંપત્તિ આશરે રૂ. 2.26 લાખ કરોડ છે. શનિવારે (5 નવેમ્બર)એ ટ્રસ્ટના રોકાણ અને થાપણો પર શ્વેતપત્ર બહાર પાડ્યા પછી તેના એક્ઝિક્યુટિવ ઓફિસર એ વી ધર્મા રેડ્ડીએ જણાવ્યું હતું કે કે મંદિર ટ્રસ્ટની કુલ સંપત્તિ આશરે રૂ.2.26 લાખ કરોડ થઈ છે.
આ ટ્રસ્ટ તિરુમાલા ખાતેના પ્રતિષ્ઠિત ભગવાન વેંકટેશ્વર મંદિર અને દેશભરમાં આશરે પાંચ ડઝન અન્ય મંદિરોનું સંચાલન કરે છે. ભગવાન વેંકટેશ્વર વિશ્વના સૌથી ધનિક હિન્દુ દેવતા પણ છે. 1933માં બ્રિટિશ સરકારે સ્થાપેલું તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ હવે દેશનું એક સૌથી વધુ પ્રોફેશનલ મંદિર ટ્રસ્ટો તરીકે ઉભર્યું છે.

2019માં વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકોમાં ફિક્સ્ડ ડિપોઝિટના સ્વરૂપમાં TTDનું રોકાણ રૂ.13,025 કરોડ હતું. કોવિડ-19 રોગચાળાના પડકારો છતાં આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં બેન્ક FDમાં ટ્રસ્ટનું રોકાણ વધી રૂ. 15,938 કરોડ થયું છે. છેલ્લા ત્રણ વર્ષમાં અમે તમામ અવરોધો સામે બેંક FDમાં અમારા રોકાણમાં રૂ.2,900 કરોડનો વધારો કરી શક્યા છીએ.”

ધર્મા રેડ્ડીએ જણાવ્યું હતું કે “મને હજુ પણ યાદ છે કે કોવિડ-19 રોગચાળા દરમિયાન કેટલાક સ્થાપિત હિતોએ TTDની નાણાકીય સુદ્ધરતા પર સવાલ ઉઠાવ્યા હતા અને જણાવતા હતા કે મંદિર ટ્રસ્ટ ફિક્સ ડિપોઝિટ તોડ્યા વિના કર્મચારીઓના પગાર ચૂકવી શકશે નહીં. પરંતુ આજે અમે આરામથી પગાર ચૂકવ્યા પછી અને અમારા તમામ ખર્ચને પહોંચી વળ્યા પછી એફડીમાં રૂ.29,00 કરોડનો વધારો કરી શક્યા છે, જે TTDની નાણાકીય કુનેહ દર્શાવે છે.”

બીજી તરફ મંદિર ટ્રસ્ટને ખાસ કરીને છેલ્લા ત્રણ વર્ષમાં ભક્તો તરફથી નોંધપાત્ર સોનાનું દાન મળતું રહ્યું છે. આજે કેન્દ્રની ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં TTD ની એકંદર સોનાની થાપણો 10.25 ટન છે. 2019માં TTD પાસે માત્ર 7.3 ટન સોનાની થાપણો હતી અને મંદિર ટ્રસ્ટ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં વધુ 2.9 ટન કિંમતી ધાતુનો ઉમેરો કરી શક્યું છે. વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકોમાં TTDની સોનાની થાપણોનું કુલ મૂલ્ય આશરે રૂ.5,309 કરોડ છે.

મંદિર ટ્રસ્ટને અત્યાર સુધી વ્યક્તિગત દાતાઓ પાસેથી જમીન દાનમાં મળતી હતી, પરંતુ હવે વિવિધ રાજ્ય સરકારો પણ ભગવાન વેંકટેશ્વર મંદિરોના નિર્માણ માટે પણ મૂલ્યવાન જમીનની ફાળવણી કરી રહી છે.

આજે TTD પાસે દેશભરમાં 7,123 એકર જમીન પણ છે. ટીટીડીની પ્રોપર્ટીનું સબ-રજિસ્ટ્રાર મૂલ્ય રૂ. 85,705 કરોડ આંકવામાં આવ્યું છે, પરંતુ તેનું બજાર મૂલ્ય રૂ.2 લાખ કરોડથી વધુ હોવાનો અંદાજ છે. તિરુમાલા અને તિરુપતીમાં ગેસ્ટ હાઉસ, કોટેજ, યાત્રાળુ સુવિધાઓ સંકુલ અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના રૂપમાં બિલ્ડિંગો અને બીજી ફિકસ્ડ એસેટનુ મૂલ્ય અંદાજે રૂ.5,000 કરોડ છે.

 

LEAVE A REPLY

13 + five =