Now the Indian cricket team is on a tour of New Zealand
(ANI Photo/IPL Twitter)

ટી-૨૦ વર્લ્ડ કપ પુરો થયા પછી ભારતીય ટીમના ૧૨ ખેલાડીઓ તો ઓસ્ટ્રેલિયાથી સીધા જ ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે રવાના થઈ જશે. કેપ્ટન રોહિત શર્મા, સ્ટાર બેટર કોહલી સહિત સાત ખેલાડીઓ અલગ-અલગ ગ્રુપમાં સ્વદેશ પરત ફરશે. ભારત – ન્યૂ ઝીલેન્ડ શ્રેણી ૧૮મી નવેમ્બરથી શરૂ થશે અને 30 નવેમ્બરે પુરી થશે.

ભારતે રોહિત અને કોહલીની સાથે સાથે મોહમ્મદ શમીકે.એલ. રાહુલદિનેશ કાર્તિકઆર. અશ્વિન અને અક્ષર પટેલ સ્વદેશ પરત ફરશે. ભારતીય ટીમના સૂત્રો જણાવે છે કેજે ખેલાડીઓ સ્વદેશ પરત ફરવાના છેતેઓ અલગ-અલગ જુથમાં પાછા ફરવાના છે.

ઓસ્ટ્રેલિયાથી સીધા જ ન્યૂ ઝીલેન્ડના પ્રવાસે જનારા ખેલાડીઓમાં સૂર્યકુમાર યાદવદીપક હૂડાઋષભ પંત (વિ.કી.)હાર્દિક પંડયાયુઝવેન્દ્ર ચહલભુવનેશ્વર કુમારહર્ષલ પટેલઅર્શદીપ સિંઘશ્રેયસ ઐયરરવિ બિશ્નોઈમોહમદ સિરાજ અને શાર્દૂલ ઠાકુરનો સમાવેશ થાય છે. આ પ્રવાસમાં ભારત ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે રમશે. 

ન્યુઝીલેન્ડ પ્રવાસ માટેની ટી-૨૦ ટીમ: હાર્દિક પંડ્યા (કેપ્ટન)ઋષભ પંત (વાઈસ કેપ્ટનવિ.કી.), શુભમન ગિલઈશાન કિશનદીપક હુડાસૂર્યકુમાર યાદવશ્રેયસ ઐયરસંજુ સેમસન (વિ.કી.)વોશિંગ્ટન સુંદરયુઝવેન્દ્ર ચહલકુલદીપ યાદવઅર્શદીપ સિંઘહર્ષલ પટેલમોહમદ સિરાજભૂવનેશ્વર કુમાર અને ઉમરાન મલિક.

ન્યુઝીલેન્ડ પ્રવાસ માટેની વન-ડે ટીમ: શિખર ધવન (કેપ્ટન)ઋષભ પંત (વાઈસ કેપ્ટનવિ.કી.)શુભમન ગિલદીપક હુડાસૂર્યકુમાર યાદવશ્રેયસ ઐયરસંજુ સેમસન (વિ.કી.)વોશિંગ્ટન સુંદરશાર્દૂલ ઠાકુરશાહબાઝયુઝવેન્દ્ર ચહલકુલદીપ યાદવઅર્શદીપ સિંઘદીપક ચાહરકુલદીપ સેન અને ઉમરાન મલિક.

કોચ રાહુલ દ્રવિડને પણ ન્યૂ ઝીલેન્ડના પ્રવાસમાં આરામ અપાયો છે, તેના સ્થાને વીવીએસ લક્ષ્મણ હેડ કોચ રહેશે. 

LEAVE A REPLY

17 + five =