રશિયાએ ભારતીય રૂપિયામાં વિદેશ વેપાર શરૂ કરવાનું સ્વીકાર્યા પછી હવે 35 જેટલા દેશોએ રૂપિયામાં વેપાર કરવા માટે રસ દાખવ્યો છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વા ગત વર્ષે જુલાઈમાં વિદેશી ભંડોળને આકર્ષવા અને ડોલર પર નિર્ભરતા ઘટાડવા માટે રૂપિયામાં ટ્રેડ સેટલમેન્ટ સિસ્ટમની દરખાસ્ત કરવામાં આવી હતી. શરૂઆતના તબક્કામાં રશિયા પછી શ્રીલંકાએ પણ ભારતીય ચલણમાં વેપાર કરવામાં રસ દર્શાવ્યો હતો. જોકે હવે આ યાદી લાંબી થઈ રહી છે અને આવા ઇચ્છુક દેશોમાં બાંગ્લાદેશ, નેપાળ અને મ્યાનમાર જેવા પડોશી દેશોનો સમાવેશ થયો છે. આ દેશો પણ તેમના વિદેશી મુદ્રા ભંડારમાં ડોલરની અછતનો સામનો કરી રહ્યા છે. મોરેશિયસ અને શ્રીલંકા જેવા દેશો માટે ખાસ વોસ્ટ્રો એકાઉન્ટને આરબીઆઈની મંજૂરી મળી ગઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ તજાકિસ્તાન, ક્યુબા, લક્ઝમબર્ગ અને સુદાન પણ રૂપિયામાં વેપાર કરવા માટે ચર્ચા કરી રહ્યા છે. ન્યૂઝ એજન્સી-રોયટર્સે એક અધિકૃત ડોક્યુમેન્ટને ટાંકીને એક રીપોર્ટમાં જણાવ્યું હતું કે, આ ચાર દેશોએ રૂપિયામાં વેપાર કરવા માટે વિશેષ વોસ્ટ્રો એકાઉન્ટમાં રૂચિ દાખવ્યો છે. આ દેશો ભારતમાં એકાઉન્ટનું સંચાલન કરતી બેંકોના સંપર્કમાં છે.

LEAVE A REPLY

3 × 4 =