ભારતીય ક્રિકેટ બોર્ડે આવતા વર્ષે – 2026માં આઈપીએલ 26મી માર્ચથી 31 મે દરમિયાન રમાશે એવી માહિતી સોમવારે મોડેથી અબુ ધાબીમાં ટુર્નામેન્ટ માટેના ખેલાડીઓના ઓક્શનની પૂર્વસંધ્યાએ ટીમ ફ્રેન્ચાઈઝીઓ સાથેની મીટીંગમાં જાહેર કર્યું હતું.
આઈપીએલના સીઈઓ હેમાંગ અમીને તારીખોની જાહેરાત કરી હતી. લીગના વિસ્તૃત કાર્યક્રમની જાહેરાત હજી કરાઈ નથી, તે આગામી થોડા દિવસોમાં થશે.
લીગની પ્રથમ મેચ ગત વર્ષના ચેમ્પિયન્સ રોયલ ચેલેન્જર્સ બેંગલોર રમશે એ નિશ્ચિત છે, પણ તે બેંગલુરૂમાં રમાશે કે કેમ તે હજી સીક્યુરીટી ક્લિયન્સને આધિન છે. તે સિવાય, લીગ ટી-20 વર્ષ વર્લ્ડ કપ 8મી માર્ચે પુરો થાય તેના લગભગ ત્રણ સપ્તાહ પછી શરૂ થશે. તેનો એક સૂચિતાર્થ એવો પણ છે કે, ગયા વર્ષની જેમ આ વર્ષે પણ આઈપીએલ અને પાકિસ્તાનની પીએસએલની તારીખો ટકરાશે.














