Rishi Sunak may benefit from undecided voters: Survey
REUTERS/Toby Melville

યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી સાથેના ફોન કૉલ બાદ વડા પ્રધાન ઋષિ સુનકે શનિવારે કિવ – યુક્રેનના લશ્કરી દળોને “રશિયન સૈનિકોને પાછળ ધકેલવામાં” મદદ કરવા માટે યુક્રેનને 14 ચેલેન્જર 2 ટેન્કની સ્ક્વોડ્રન અને લગભગ 30 AS90s, મોટી સેલ્ફ પ્રોપેલ્ડ ગન્સ મોકલવાનું વચન આપ્યું છે.

ભારે ટેન્ક અને વધારાની આર્ટિલરી સિસ્ટમ્સ આપવાનું વચન આપી બ્રિટને યુક્રેનને સમર્થન આપવાની વધુ તીવ્ર મહત્વાકાંક્ષાનો સંકેત આપ્યો હતો. આ પગલા દ્વારા યુક્રેનને મુખ્ય યુદ્ધ ટેન્ક સપ્લાય કરનાર યુકે પ્રથમ પશ્ચિમી શક્તિ બની ગયું છે. યુકે આગામી દિવસોમાં યુક્રેનિયન સશસ્ત્ર દળોને ટેન્ક અને ગન્સનો ઉપયોગ કરવા માટે તાલીમ આપવાનું શરૂ કરનાર છે.

ડાઉનિંગ સ્ટ્રીટ કહે છે કે “આવતા અઠવાડિયામાં રશિયાના આક્રમણનો સામનો કરવામાં બ્રિટન યુક્રેનમાં રશિયાએ ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર આક્રમણ કર્યું ત્યાર બાદ યુક્રેનના યુરોપિયન સાથીઓએ કિવને 300થી વધુ આધુનિક સોવિયેત ટેન્ક મોકલી છે. જો કે યુક્રેન વારંવાર રશિયન આક્રમણકારો સામે આગળ વધવા પશ્ચિમી બનાવટની ભારે ટેન્કની વિનંતી કરે છે.

ફ્રાન્સે ફ્રેન્ચ બનાવટની AMX-10 RC – લાઇટ ટેન્ક મોડલ સાથે કિવને સપ્લાય કરવાની તો પોલેન્ડે આંતરરાષ્ટ્રીય ગઠબંધનના ભાગ રૂપે 14 અદ્યતન લેપર્ડ 2 યુદ્ધ ટેન્ક તથા જર્મનીએ લેપર્ડ 2 ટેન્ક મોકલવાની ખાતરી આપી છે. લેપર્ડ 2 ટેન્ક્સ ઘણી મોટી સંખ્યામાં ઉત્પાદિત કરાઇ હતી અને અન્ય ઘણા યુરોપિયન દેશો દ્વારા તેનો ઉપયોગ કરાય છે. યુએસએ 50 બ્રેડલી ટેન્ક-કિલિંગ બખ્તરબંધ વાહનોનું વચન આપ્યું છે.

ઝેલેન્સકીએ ટ્વિટર પર યુકેનો આભાર માન્યો હતો.

લંડનમાં રશિયન એમ્બેસીએ જણાવ્યું હતું કે ‘’આ નિર્ણય સંઘર્ષને વધુ ઘેરો કરશે, નાગરિકો સહિત વધુ પીડિતો તરફ દોરી જશે અને આ નિર્ણય સંઘર્ષમાં લંડનની વધુને વધુ સ્પષ્ટ સંડોવણીનો પુરાવો છે. ચેલેન્જર 2 ટેન્ક યુક્રેનના સશસ્ત્ર દળોને યુદ્ધના મેદાનમાં મદદ કરે તેવી શક્યતા નથી, પરંતુ તે મોટા પ્રમાણમાં રશિયન આર્ટિલરીનું મોટું લક્ષ્ય બનશે.”

યુકેની 227 ચેલેન્જર 2 ટેન્કમાંથી ઘણી તૈનાત કરવાની સ્થિતિમાં નથી, અને જે 14 ટેન્ક્સ કિવ મોકલવામાં આવી રહી છે તેની સાથે દારૂગોળો, સ્પેરપાર્ટ્સ અને જાળવણી કરવાની ક્ષમતા હશે. 1994થી યુકેની સેવામાં લાગેલી આ ટેન્ક્સનું વજન 62.5 ટન છે અને તે 120mm રાઇફલ્ડ ગન અને 7.62mm ચેઇન ગનથી તે સજ્જ છે.

LEAVE A REPLY

1 − one =