Modi tops the list of the world's most popular leaders
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો ) (ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના સૌથી લોકપ્રિય અને પ્રભાવશાળી નેતા છે. તાજેતરના વર્ષોમાં વિશ્વના ઘણા દેશોમાં તેમની લોકપ્રિયતા વધી છે. મોર્નિંગ કન્સલ્ટના તાજેતરના એક સરવે અનુસાર, 22 દેશોના નેતાઓ પાછળ રાખીને મોદી સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યા છે. યુકેના વડાપ્રધાન ઋષિ સુનકે 30% લોકપ્રિયતા રેટિંગ સાથે 16મું સ્થાન મેળવ્યું છે.

આ સરવે 26 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન હાથ ધરાયો હતો. સરવેમાં જણાવ્યા અનુસાર મોદી 78%ના પોપ્યુલારિટી એપ્રુવલણ રેટિંગ સાથે ટોચ પર છે. તે પછી મેક્સિકોના પ્રેસિડન્ટ લોપેઝ ઓબ્રાડોર 68%ના રેટિંગ સાથે બીજા ક્રમે છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ લોકપ્રિયતામાં 58% રેટિંગ સાથે ત્રીજા ક્રમે છે.

સરવેમાં જણાવાયું છે કે સપ્ટેમ્બર 2021 બાદથી  મોદીની લોકપ્રિયતા સતત વધતી જઈ રહી છે. અમેરિકાની વૈશ્વિક સર્વેક્ષણ કંપની મોર્નિંગ કન્સલ્ટના સરવે અનુસાર બ્રાઝિલના પ્રેસિડન્ટ લૂલા ડી સિલ્વાને 50 ટકા રેટિંગ સાથે 5મું સ્થાન મળ્યું છે. આ રીતે ટોચના 5 નેતાઓની યાદીમાંથી સુપરપાવર અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઈડેન, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક, ફ્રાન્સના પ્રેસિડન્ટ ઈમેનુએલ મેક્રોં બહાર ફેંકાઈ ગયા હતા. ટ્રમ્પના પડકારને લીધે બાઈડેનને 40 ટકા એપ્રૂવલ રેટિંગ મળ્યું છે. બાઈડેન આ યાદીમાં ૭મા ક્રમે રહ્યા હતા. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને 9મું સ્થાન મળ્યું છે. જ્યારે સુનકને 30 ટકા રેટિંગ મળ્યું છે. આ યાદીમાં સૌથી નીચલા ક્રમે નોર્વેના નેતા જોનાસ ગહર સ્ટોર છે.76 ટકા લોકો માને છે કે વડાપ્રધાન મોદી દેશને સાચી દિશામાં આગળ લઈ જઇ રહ્યા છે.

આ સરવે માટે મોર્નિંગ કન્સલ્ટ સંસ્થાએ અમેરિકામાં 45  હજાર લોકો સાથે ચર્ચા કરી હતી અને દુનિયાભરમાં સરેરાશ 500થી લઈને 5000 લોકો સાથે ચર્ચા કરી હતી

 

LEAVE A REPLY

4 × one =