Inclusion of three Indian Americans in Biden's election campaign

ચાર પ્રતિષ્ઠિત ઇન્ડિયન અમેરિકન સાંસદો- પ્રમિલા જયપાલ, એમી બેરા, રાજા ક્રિષ્નમૂર્તિ અને રો ખન્નાને હાઉસની ત્રણ મહત્ત્વની કમિટીઓમાં નિમણૂક કરવામાં આવી છે, જે અમેરિકાના રાજકારણમાં ભારતીયોના વધતા પ્રભાવને દર્શાવે છે.
કોંગ્રેસનાં મહિલા સભ્ય પ્રમિલા જયપાલને ઇમિગ્રેશન અંગેની ખૂબ જ મહત્ત્વની હાઉસ જ્યુડિશિયરી કમિટીની પેનલમાં રેન્કીંગ મેમ્બર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.
જ્યારે રાજા ક્રિષ્નમૂર્તિને ચીન અંગેની નવરચિત કમિટીના રેન્કીંગ સભ્ય બનાવવામાં આવ્યા છે, આ કમિટી ચીન સંબંધિત વિવિધ બાબતો પર વિચારણા કરશે, જે અમેરિકા અને વિશ્વ માટે જોખમી બની શકે તેમ છે.
યુએસ હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્ઝના લઘુમતી બાબતોના નેતા હકીમ જેફરીઝે ક્રિષ્ણમૂર્તિની હાઉસ સીલેક્ટ કમિટી ઓન ધ સ્ટ્રેટેજિક કોમ્પિટિશન બીટવીન ધ યુનાઇટેડ સ્ટેટ્સ એન્ડ ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીના રેન્કિંગ મેમ્બર તરીકે નિમણૂકની જાહેરાત કરી હતી.

57 વર્ષીય ડો. એમી બેરાની જાસૂસી બાબતો સાથે જોડાયેલી શક્તિશાળી યુએસ હાઉસ કમિટીના સભ્ય તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. ધ હાઉસ પર્મેનન્ટ સીલેક્ટ કમિટી ઓન ઇન્ટેલિજન્સ પર સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA), ઓફિસ ઓફ ધ ડાયરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ (DNI), નેશનલ સિક્યુરિટી એજન્સી (NSA)ની સાથે સેનાના જાસૂસી કાર્યક્રમો સહિત દેશની જાસૂસી પ્રવૃત્તિઓ પર નિરીક્ષણ કરવાની જવાબદારી છે.

અન્ય ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન રો ખન્નાની પણ આ નવી કમિટીમાં મેમ્બર તરીકે નિમણૂક કરવામાં આવી છે, તેની રચના રીપલ્બિકન હાઉસ સ્પીકર કેવિન મેક્કાર્થી દ્વારા 118મી કોંગ્રેસમાં અમેરિકાના ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી સાથેના આર્થિક, ટેકનોલોજિકલ અને સુરક્ષા સંબંધિત સ્પર્ધાના નિવારણ માટે, તેની તપાસ કરવા અને નીતિ વિકસાવવા માટે કરવામાં આવી હતી.

ક્રિષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે, અમેરિકા અને ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી વચ્ચે વ્યૂહાત્મક સ્પર્ધા અંગે હાઉસની સીલેક્ટ કમિટીમાં રેન્કિંગ સભ્ય તરીકે મારી નિમણૂક માટે હું જેફરીઝનો આભારી છું. ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી, અમેરિકા અને વિશ્વભરમાં લોકતંત્રના સમૃદ્ધિ માટે ગંભીર આર્થિક અને સુરક્ષા સંબંધી જોખમો ઊભા કરે છે, જે તાઇવાન વિરુદ્ધ તેના જોખમો, ટિકટોક એપને હથિયાર બનાવવા અને સેંકડો અમેરિકન ડોલરની બૌદ્ધિક સંપત્તિની ચોરીથી સ્પષ્ટ થાય છે.
જ્યારે ડો. બેરાએ જણાવ્યું હતું કે, આ નિમણૂકથી સન્માનની લાગણી અનુભવું છું. દેશ અને વિદેશમાં વધતા જોખમો વચ્ચે મને અમેરિકન પરિવારોની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે અને હું આ નવી ભૂમિકાને ગંભીરતાથી લઇ રહ્યો છું.

LEAVE A REPLY

1 × 1 =