Rs.170 billion tax on people in Pakistan to avoid bankruptcy
(Photo by AHMAD GHARABLI/AFP via Getty Images)

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે શુક્રવારે કહ્યું હતું કે સરકારે IMFની “કલ્પના બહાર”ની બેલઆઉટ શરતો સાથે સંમત થવું પડશે. મહિનાઓથી અટવાયેલી મહત્વપૂર્ણ નાણાકીય સહાયને પુનઃજીવિત કરવા માટે છેલ્લી વાટાઘાટો માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)નું પ્રતિનિધિમંડળ મંગળવારે પાકિસ્તાન પહોંચ્યું હતું. 

આઈએમએફએ આર્થિક સહાય ફરી ચાલુ કરવા માટે ટેક્સમાં જંગી વધારો કરવાની અને સબસિડીમાં ઘટાડો કરવાની શરત રાખી છે. આંતરરાષ્ટ્રીય નાણાસંસ્થાઓ ડિફેન્સ બજેટમાં મોટો કાપ મૂકવાની પણ શરતો રાખી છે. જોકે ઓક્ટોબરમાં ચૂંટણી આવી રહી હોવાથી સરકાર માટે આ શરતો સાથે સંમત થવાનું મુશ્કેલ છે. 

શરીફે ટેલિવિઝનમાં જણાવ્યું હતું કે, “હું વિગતોમાં પડવા માગતો નથીપરંતુ માત્ર એટલું જ કહીશ કે આપણો આર્થિક પડકાર અકલ્પનીય છે. આપણે IMF સાથે જે શરતો સ્વીકારવી પડશે તે કલ્પના બહારની છે. પરંતુ આપણે શરતો સાથે સંમત થવું પડશે.” 

પાકિસ્તાનનું અર્થતંત્ર મુશ્કેલીમાં છે. દેશ માટે દેવું ચુકવવાનું પણ મુશ્કેલ બન્યું છે. બીજી તરફ રાજકીય અસ્થિરતા છે અને સુરક્ષાની સ્થિતિ વણસી રહી છે. 

પાકિસ્તાનની સેન્ટ્રલ બેન્કે ગુરુવારે જણાવ્યું હતું કે તેનું ફોરેન એક્સ્ચેન્જ રિઝર્વ ઘટીને 3.1 બિલિયન ડોલર થયું છે. એનાલિસ્ટ્સના જણાવ્યા અનુસાર આ ફોરેક્સ માત્ર ત્રણ સપ્તાહની આયાતને કવર કરી શકે તેવું છે. બુધવારે વાર્ષિક ફુગાવો વધીને 48 વર્ષની ટોચે પહોંચ્યો હતો. 

IMF ની મુલાકાત પહેલાઇસ્લામાબાદ રાષ્ટ્રીય નાદારીની સંભાવના સાથે દબાણ સામે ઝૂકવાનું શરૂ કર્યું છે અને કોઈ મિત્ર દેશો ઓછા પીડાદાયક બેલઆઉટ ઓફર કરવા તૈયાર ન હતા. 

સરકારે અગાઉ અમેરિકાના ડોલરના બેફામ બ્લેક માર્કેટિંગને અટકાવવા માટે રૂપિયા પર અંકુશને હળવા કર્યા હતા. તેનાથી તેનું ચલણ ગબડીને રેકોર્ડ નીચા સ્તરે પટકાયું હતું. તાજેતરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ મોટો વધારો કરાયો હતો. વિશ્વમાં પાંચમાં ક્રમે સૌથી વધુ વસતિ ધરાવતો આ દેશો આવશ્યક ચીજવસ્તુઓ અને દવાની આયાત સિવાયની લેટર ઓફ ક્રેડિટ આપવાનું બંધ કર્યું છે. તેનાથી કરાચી બંદર પર હજારો કન્ટેનરોનો ખડકલો થયો છે. 

પાકિસ્તાનને છેલ્લાં કેટલાંક દાયકાઓમાં આશરે બે ડઝન આઇએમએફ ડીલ કરી છે અને ઘણી તોડી પણ નાંખી છે. 

LEAVE A REPLY

17 − five =