(Photo by Cameron Spencer/Getty Images)

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટ મેચ શરુ થાય તે પહેલા જ ઓસ્ટ્રેલિયન ટીમને મોટો ફટકો પડ્યો છે. ગુરૂવાર, તા. 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં શરૂ થતી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ ઝડપી બોલર જોસ હેઝલવૂડ ઈજાના કારણે હવે રમી શકે તેમ નથી. હેઝલવૂડને ઈજા થવાથી તેની જગ્યાએ સ્કોટ બોલેન્ડને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. હેઝલવૂડ પહેલા કેમરોન ગ્રીન અને મિચેલ સ્ટાર્ક પણ ઈજાના કારણે બહાર થઈ ગયા હતા. 

પહેલી બે ટેસ્ટ માટેની ભારતીય ટીમઃ

રોહિત શર્મા (કેપ્ટન)કે. એલ. રાહુલશુભમન ગિલચેતેશ્વર પુજારાવિરાટ કોહલીશ્રેયસ ઐયરકે. એસ. ભરત (વિકેટ કીપર)ઈશાન કિશન (વિકેટ કીપર)રવિચન્દ્રન અશ્વિનઅક્ષર પટેલકુલદીપ યાદવરવિન્દ્ર જાડેજામોહમ્મદ શમીમોહમ્મદ સિરાજઉમેશ યાદવજયદેવ ઉનડકટ અને સૂર્યકુમાર યાદવ.

ઓસ્ટ્રેલિયાની ટીમઃ

પેટ કમિન્સ (કેપ્ટન)એશ્ટન અગરસ્કોટ બોલેન્ડએલેક્સ કેરીકેમરોન ગ્રીનપીટર હેન્ડ્સકોમ્બજોશ હેઝલવુડટ્રેવિસ હેડઉસ્માન ખ્વાજામાર્નસ લાબુશેનનાથન લિયોનલાન્સ મોરિસટોડ મર્ફીમેથ્યુ રેનશોસ્ટીવ સ્મિથ (વાઈસ કેપ્ટન) મિચેલ સ્ટાર્કમિચેલ સ્વેપ્સન અને ડેવિડ વોર્નર.

LEAVE A REPLY

12 + 6 =