સ્કોટલેન્ડના અત્યાર સુધીના સૌથી મોટા ટેક્સ સેટલમેન્ટ કેસોમાંના એકમાં ઇસ્ટ લોથિયનના 44 વર્ષીય ગોલજાર સિંઘને તેના ઘર પર દરોડા અને અનેક બેંક ખાતાઓમાંથી £1 મિલિયનની જપ્તી બાદ અનપેઇડ ટેક્સ પેટેના £600,000 પાછા ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ગોલજાર સિંઘને પોલીસ દ્વારા ટ્રેક કરાયા બાદ તેના ઘણા બેંક ખાતાઓમાં મોટી રોકડ થાપણો હોવાનું જાણવા મળ્યું હતું. સિવિલ રિકવરી યુનિટ (CRU) અને HMRCએ શોધી કાઢ્યું હતું કે માર્ચ 2021ના અઠવાડિયામાં જ પોસ્ટ ઓફિસમાંથી ચુકવણીઓ આવી રહી હતી. મે સુધીમાં, અધિકારીઓએ તેના ઘરનું સર્ચ વોરંટ કરી £690,000થી વધુની રોકડ રકમથી ભરેલા 3,000થી વધુ કવર ધરાવતી સૂટ કેસો શોધી કાઢી હતી. સિંઘ સંમત થયા હતા કે £600,000 રકમ વસૂલ કરી શકાય તેવી હતી અને તે સોંપવા સંમત થયા હતા.

CRUના રિઝોલ્યુશન યુનિટ દ્વારા વસૂલવામાં આવેલી સૌથી મોટી રોકડ રકમ હતી. આ રકમ સ્કોટિશ કોન્સોલિડેટેડ ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવી છે જે સ્કોટિશ સરકારના કેશબેક ફોર કોમ્યુનિટીઝ પ્રોગ્રામ દ્વારા સમગ્ર સ્કોટલેન્ડના સમુદાયોને ટેકો આપવા માટે નાણાંનું રોકાણ કરે છે.

LEAVE A REPLY

9 − 1 =