Women's Premier League T20 Cricket
વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ)ની મુંબઈમાં 14 ફેબ્રુઆરી 2023એ ખેલાડીઓની હરાજી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ના સચિવ જય શાહ, પ્રમુખ રોજર બિન્ની, ઉપપ્રમુખ રાજીવ શુક્લા અને અન્ય મહાનુભાવો હાજર રહ્યાં હતા. (ANI Photo)

ભારતીય ક્રિકેટ બોર્ડે ગયા સપ્તાહે જ પહેલી મહિલા આઈપીએલ – વીમેન્સ પ્રીમિયર લીગ ટી-20 ટુર્નામેન્ટનો કાર્યક્રમ પણ ગયા સપ્તાહે જાહેર કર્યો હતો. આ ડબ્લ્યુપીએલમાં પાંચ ટીમ વચ્ચે 20 લીગ મેચ અને એક પ્લે ઓફ તથા એક ફાઈનલ, એમ કુલ 22 મેચ મુંબઈમાં બ્રેબોર્ન સ્ટેડિયમ તથા નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં રમાશે. 

પાંચ ટીમોમાં ગુજરાત જાયન્ટ્સ વીમેન, મુંબઈ ઈન્ડિયન્સ વીમેન, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વીમેન, દિલ્હી કેપિટલ્સ વીમેન અને યુપી વોરિયર્સ વીમેનનો સમાવેશ થાય છે. 23 દિવસના કાર્યક્રમમાં પાંચ દિવસ કોઈ મેચ નહીં રમાય, જ્યારે ચાર દિવસ બે-બે મેચ રમાશે.  

LEAVE A REPLY

2 × 2 =