India's GDP growth slowed to 4.4% in Q3
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતનો જીડીપી ગ્રોથ ઓક્ટોબરથી ડિસેમ્બરના ક્વાર્ટર (Q3)માં ઘટીને 4.4 ટકા થયો હતો. ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નેગેટિવ ગ્રોથને કારણે કુલ ગ્રોથ પર અસર થઈ હતી. ગત વર્ષે આ ગાળામાં જીડીપી ગ્રોથ 11.2 ટકા હતો અને અગાઉના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર (Q2)માં ગ્રોથ 6.3 ટકા હતો. ફુગાવાની સ્પષ્ટ અસર જોવા મળી હતી. બોરોઈંગ કોસ્ટ વધ્યો હતો જેની માંગ પર અસર થઈ હતી. વૈશ્વિક સેન્ટ્રલ બેન્કોએ વ્યાજદર વધારતા નિકાસ પર પણ અસર થઈ હતી જેને કારણે ગ્રોથ ઘટ્યો હતો. 

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO)એ મંગળવારે આ ડેટા જાહેર કર્યા હતા. તેણે આ સાથે ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી ગ્રોથનો બીજો અંદાજ જાહેર કર્યો છે જે મુજબ સમગ્ર વર્ષનો ગ્રોથ 7 ટકા રહેશે. જાન્યુઆરીમાં પણ તેણે 7 ટકાનો અંદાજ આપ્યો હતો.દરમિયાન એપ્રિલ-2021થી માર્ચ 2022ના વિતેલા વર્ષ (2021-22) માટે જીડીપી ગ્રોથનો અંદાજ સુધારીને 9.1 ટકા કરી દેવાયો છેજે અગાઉ 8.7 ટકા હતો. આમતેને કારણે હવે 2022-23 માટે બેઝ ફેક્ટરમાં મહત્વનો ફેરફાર જોવા મળશે. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનાં ઉત્પાદનમાં 1.1 ટકા નેગેટિવ ગ્રોથ થયો હતો. ગત વર્ષે આ ગાળામાં 1.3 ટકા પોઝિટિવ ગ્રોથ હતો.  

એનએસઓએ કહ્યું હતું કે 2011-12ના ભાવ અનુસાર Q3માં જીડીપી રૂ.40.19 લાખ કરોડ થયું હતું જે ગત વર્ષે આ ગાળામાં રૂ.38.51 લાખ કરોડ હતું. મતલબ કે તેમાં 4.4 ટકા ગ્રોથ નોંધાયો હતો. વર્તમાન ભાવ અનુસાર Q3માં જીડીપી રૂ.69.38 લાખ કરોડ થયું હતુંજે ગત વર્ષે આ ગાળામાં રૂ.62.39 લાખ કરોડ હતું. આમતે મુજબ જીડીપી ગ્રોથ 11.2 ટકા રહ્યો છે. માઈનિંગ સેક્ટરમાં 3.7 ટકા ગ્રોથ નોંધાયો હતો અને ક્વોરિઈંગ સેક્ટરમાં 5.4 ટકા ગ્રોથ નોંધાયો હતો. કન્સ્ટ્રક્શન સેકેટરમાં ઉત્પાદન 8.4 વધ્યું હતુંજે ગત વર્ષે આ ગાળામાં 0.2 ગ્રોથ હતો.  

LEAVE A REPLY

18 + fourteen =