મૂળ સાઉથ ઇન્ડિયન ફિલ્મ સુપર સ્ટાર રજનીકાંત હંમેશા તમામ ક્ષેત્રના દર્શકોમાં આકર્ષણ ધરાવે છે. હવે વખતે તેઓ લોકેશ કનગરાજની નવી ફિલ્મ ‘કૂલી’માં જોવા મળશે. અમેરિકામાં આ ફિલ્મનું એડવાન્સ બૂકિંગ શરૂ થયું હતું અને પ્રારંભમાં જ તે 15 હજાર ડોલરે પહોંચી ગયું હતું. સૌથી મહત્વની વાત તો એ છે કે આ ફિલ્મના 3 ગીત રિલીઝ થયા છે. આ ફિલ્મનું ટ્રેલર પણ 2 ઓગસ્ટે રિલીઝ થયું છે. અત્યાર સુધીમાં 5000 હજાર કરતાં પણ વધુ ટિકિટોનું વેચાણ થઈ ચૂક્યું છે, એટલે સ્ક્રીન દિઠ સરેરાશ 20 ટિકીટ કહી શકાય. આ ફિલ્મ માટેનું એડવાન્સ બૂકિંગ ખૂબ જ ઝડપથી થઇ રહ્યું છે અને તે નજીકના દિવસોમાં અટકે તેમ નથી. વિદેશોમાં ભારતની તમિલ ફિલ્મોને સૌથી સારો પ્રતિસાદ મળે છે, તેના પછી તેલુગુ ફિલ્મનું આકર્ષણ હોય છે. 14 ઓગસ્ટે રીલીઝ થનારી આ ફિલ્મનું એડવાન્સ બૂકિંગ 2 મિલિયન ડોલરથી ઓછું નહીં થાય. છેલ્લે રજનીકાંતની ‘કબાલી ’ આવી હતી, તે પછી આ ફિલ્મની ખૂબ ચર્ચા થઇ છે. તેના પછી તેની 2.0 અને જેલર પણ સારી ચાલી હતી. બીજી તરફ
‘કૂલી’ અને ‘વોર2’ની ટક્કરનો પણ ડર છે. જેમ જેમ રિલીઝ નજીક આવે છે, તેમ ટક્કર વધુ તગડી થતી જાય છે. છેલ્લાં થોડા સમયની આ સૌથી મોટી ટક્કર માનવામાં આવી રહી છે. વૈશ્વિક ક્ષેત્રે આ બંને ફિલ્મનાં કુલ રૂ. 1500 કરોડ દાવ પર લાગેલા છે.
