Akshay Kumar got a place in the Guinness Book of World Records
બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મી બુધવાર, 16 ફેબ્રુઆરીએ મુંબઈમાં તેમની આગામી ફિલ્મ 'સેલ્ફી'ના ટ્રેલર લોન્ચ દરમિયાન પરફોર્મ કરી રહ્યા છે. (ANI Photo)

બોલિવૂડ ખેલાડી અક્ષયકુમાર છેલ્લા કેટલાક સમયથી તેની નવી ફિલ્મ સેલ્ફી અંગે ચર્ચામાં છે . આ ફિલ્મ 24 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મના પ્રમોશન માટે કલાકારોએ નવી યુક્તિઓ અજમાવી હતી. અક્ષયકુમારે આ દરમિયાન એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

અક્ષયકુમાર તાજેતરમાં જ ફિલ્મના પ્રમોશનને લઈને મુંબઈમાં તેના ચાહકોની વચ્ચે પહોંચ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં તેમના ચાહકો આવ્યા હતા, જેમની સાથે અભિનેતાએ મોબાઇલ ફોનમાં ધડાધડ સેલ્ફી લીધી હતી અને આ દરમિયાન તેમણે એક રેકોર્ડ બનાવી દીધો હતો. અક્ષયકુમારે 3 મિનિટમાં ફેન્સ સાથે 184 સેલ્ફી લીધી હતી. આ સાથે તેમણે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. આ પહેલા 3 મિનિટમાં સૌથી વધુ સેલ્ફી લેવાનો રેકોર્ડ અમેરિકાના જેમ્સ સ્મિથના નામે હતો, તેણે 168 સેલ્ફી ક્લિક કરી હતી. જોકે હવે અક્ષયકુમારે આ રેકોર્ડ તોડી નાખ્યો છે. આજકાલ અક્ષયકુમાર તેમની ફિલ્મ સેલ્ફીને લઈને ખૂબ જ ચર્ચામાં છે. થોડા સમય પહેલા આ ફિલ્મનું ટ્રેલર જાહેર કરવામાં આવ્યું હતું, જેને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું.

આ ફિલ્મનું એક ગીત મૈં ખિલાડી તુ અનાડી પણ રિલીઝ કરવામાં આવ્યું છે, જે ખૂબ જ લોકપ્રિય છે. આ ગીત સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું છે અને લોકો તેના પર રીલ વીડિયો બનાવી રહ્યા છે. સેલ્ફીમાં અક્ષય કુમાર સાથે ઈમરાન હાશ્મી અને નુસરત ભરૂચા જેવા સ્ટાર્સ જોવા મળશે. આ ફિલ્મ એક સુપરસ્ટાર અને તેના સુપરફેનની વાર્તા પર આધારિત છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર મોટા સુપરસ્ટારના રોલમાં જોવા મળશે અને ઈમરાન હાશ્મી તેના ફેનના રોલમાં જોવા મળશે. જોકે, અક્ષયનો સૌથી મોટો ફેન એટલે કે ઈમરાન હાશ્મી તેના માટે સૌથી મોટી સમસ્યા બની જાય છે.

LEAVE A REPLY

four × 1 =