Kashi will be the first city in the country to have a ropeway for public transport
કાશી વિશ્વનાથ કોરિડોર (ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં કેન્ટોનમેન્ટ સ્ટેશનથી ગોદૌલિયા સુધીના પેસેન્જર રોપવે માટે રૂ.645 કરોડના પ્રોજેક્ટનો વર્ચ્યુઅલ રીતે શિલાન્યાસ કર્યો હતો. જાહેર પરિવહન માટે રોપ-વે હોય તેવું વારાણસી દેશનું પ્રથમ શહેર બનશે.

આ પ્રોજેક્ટ કાર્યરત થયા પછી કાશી વિશ્વનાથ મંદિર, દશાશ્વમેધ ઘાટ, અસ્સી ઘાટ સુધી પહોંચવાનું સરળ બની જશે. આ રોપ-વે 3.8 કિલોમીટર લાંબો હશે. સ્વિસ કંપની બાથોર્લેટ અને નેશનલ હાઈવે લોજિસ્ટિક્સ પ્રોજેક્ટ પર કામ કરશે.આ રોપ-વેમાં બે મિનિટના અંતરાલમાં કુલ 150 ટ્રોલી કાર દોડશે. ગ્રાઉન્ડ ફ્લોરથી 50 મીટરની ઊંચાઈએ ટ્રોલી કાર ચાલશે.દરેક ટ્રોલી કારમાં 10 મુસાફરોની ક્ષમતા હશે.રોપ-વેની એક બાજુથી દર કલાકે ઓછામાં ઓછા 3000 મુસાફરો મુસાફરી કરી શકશે

મોદીએ વારાણસીને કુલ રૂ.1,780 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ આપી હતી. આ પ્રસંગે મોદીએ જણાવ્યું હતું કે તેના વિકાસની સમગ્ર દેશ અને વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. જે પણ કાશી આવે છે તે અહીંથી નવી ઉર્જા પ્રાપ્ત કરે છે. નવ વર્ષ પહેલાં લોકોને આશંકા હતી કે બનારસમાં કોઈ પરિવર્તન નહીં થાય, કાશીમાં કંઈ નહીં થાય. પરંતુ કાશીના લોકોએ પોતાની મહેનતથી દરેક આશંકાને ખોટી સાબિત કરી હતી. છેલ્લા એક વર્ષમાં સાત કરોડથી વધુ પ્રવાસીઓ વારાણસીની મુલાકાતે આવ્યા છે અને સ્થાનિક રહેવાસીઓ માટે રોજગારીની તકો લાવ્યા છે.

 

LEAVE A REPLY

nine + seventeen =