Indira and Sonia Gandhi also lost their MP positions
(Photo by RAVEENDRAN/AFP via Getty Images)

ગુનાહિત બદનક્ષીના કેસમાં સુરતની કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દોષિત ઠેરવીને બે વર્ષની જેલની સજા કર્યાના 24 કલાકમાં લોકસભા સચિવાયે તેમને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવ્યા હતા. આવી રીતે લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું હોય તેવા રાહુલ એકમાત્ર ગાંધી નથી.

અગાઉ ઇન્દિરા ગાંધી અને સોનિયા ગાંધી પણ તેમનું લોકસભા સભ્યપદ ગુમાવી ચુક્યા છે. દેશમાં ઇમર્જન્સી જાહેર થયા પછી કોંગ્રેસનો પરાજય થયો હતો. 1978 ઇન્દિરા ગાંધી કર્ણાટકમાં ચિકમગલુરની પેટાચૂંટણી જીત લોકસભામાં પહોંચ્યા હતા. પરંતુ તત્કાલિન વડાપ્રધાન મોરારજી દેસાઈએ સરકારી અધિકારીઓનું અપમાન કરવા બદલ તેમની સામે લોકસભામાં દરખાસ્ત કરી હતી. આ દરખાસ્ત ગૃહમાં પસાર થઈ હતી. સંસદની વિશેષાધિકાર સમિતિએ તેમને દોષિત ઠેરવ્યા હતા અને ઇન્દિરાએ સાંસદ પદ ગુમાવવું પડ્યું હતું. સોનિયા ગાંધીએ પણ 2006માં ઓફિસ ઓફ પ્રોફિટના મુદ્દે રાજીનામું આપવું પડ્યું હતું. જોકે ઘણી ઉતાર-ચઢાવ પછી ઇન્દિરા ગાંધી અને સોનિયા ગાંધીએ ધમાકેદાર પુનરાગમન કર્યું હતું. હવે રાહુલ ગાંધી શું થાય છે તે જોવાનું રહ્યું.

LEAVE A REPLY

thirteen − 3 =